Western Times News

Gujarati News

હું કમેન્ટ્રી એટલે કરું છું જેથી ૩૦૦૦ લોકોને રોજ ૧ રૂપિયામાં ભોજન કરાવી શકું: ગૌતમ

નવીદિલ્હી, પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલના સાંસદ ગૌતમ ગંભીર પોતાના નીડર રીતે પોતાના વિચાર રાખવા માટે જાણીતા છે અને દરેક મુદ્દા પર ખૂલીને પોતાના વિચાર રાખે છે. આ દરમિયાન ગૌતમ ગંભીરે એક જાણીતી ટી.વી. ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ કમેન્ટ્રી કેમ કરે છે. ગૌતમ ગંભીરને કમેન્ટ્રી દરમિયાન ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. ચાલો તો જાેઈઓએ કે તેઓ કમેન્ટ્રી શા માટે કરે છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન એક પત્રકારે પૂર્વ ભારતીય ઓપનર અને હાલના ભાજપ સાંસદને પૂછ્યું કે જ્યારે દિલ્હીમાં પાણી ભરાય જાય છે ત્યારે તમે ટ્‌વીટ કરો છો નાદાન પરિંદે ઘર આજા’ આ તમે કોને કહ્યું હતું? ગૌતમ ગંભીરે આ સવાલ પર જવાબ આપતા કહ્યું કે મને યાદ છે જ્યારે મેં એક વખતે પોપ્યુલેશન પર મીટિંગ મિસ કરી હતી અને હું કમેન્ટ્રી કરી રહ્યો હતો. ત્યારે તમે આખો દિવસ શૉ ચલાવ્યો કે શું આપણે આ રીતેના સાંસદની જરૂરિયાત છે? તો તમે એક વખતે એ પણ ચેક કરાવી લો કે દિલ્હીના મુખ્યમંત્રી ક્યાં છે. જ્યારે આખી દિલ્હી ડૂબી રહી છે.

પત્રકારે કહ્યું કે તેઓ બતાવી તો રહ્યા છે કે વિપાસના પર ગયા છે. જેના પર ગૌતમ ગંભીરે કહ્યું કે એમ વિપાસના જરૂરી છે અને આખી દિલ્હી ડૂબી જાય તો કોઈ વાંધો નહીં. દિલ્હીને તમે ડૂબાડી શકો છો પરંતુ ડૂબવાથી બચાવી શકતા નથી. તમે મને સવાલ પૂછ્યો હતો કે હું કમેન્ટ્રી કેમ કરું છું.

ગૌતમ ગંભીરે કહ્યું કે હું કમેન્ટ્રી એટલે કરું છું જેથી ૩૦૦૦ લોકોને રોજ ૧ રૂપિયામાં ભોજન કરાવી શકું. હું કમેન્ટ્રી એટલે કરું છું કે કોરોનાની લહેર દરમિયાન ૪૦-૫૦ હજાર કીટ વહેચી શકું. કમેન્ટ્રી એટલે કરું છું કે આપણાં જવાનો અને સેક્સ વર્કરોના બાળકોને અભ્યાસ કરાવી શકું. જે પૈસા મને કમેન્ટ્રીમાંથી મળે છે તેને હું આ જ વસ્તુઓમાં લગાવું છું. બીજાના પૈસાથી પોતાની રાજનીતિ ચમકાવવી સરળ છે.

ગૌતમ ગંભીરે ભારતીય ટીમ માટે ૫૮ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેમણે ૪૨.૦ની એવરેજ અને ૫૧.૫ની સ્ટ્રાઈક રેટથી ૪૧૫૪ રન બનાવ્યા છે જેમાં તેમણે ૯ સેન્ચુરી અને ૨૨ હાફ સેન્ચુરી બનાવી છે. તેમણે ૧૪૭ વન-ડે મેચ રમી છે જેમાં તેમણે ૩૯.૭ની એવરેજ અને ૮૫.૨ની સ્ટ્રાઈક રેટથી ૫૨૩૮ રન બનાવ્યા છે. વન-ડેમાં તેમણે ૧૧ સેન્ચુરી અને ૩૪ હાફ સેન્ચુરી લગાવી છે. ગૌતમ ગંભીરે ભારત માટે ૩૭ ટી ૨૦ પણ રમી છે જેમાં તેમણે ૨૭.૪ની એવરેજ અને ૧૧૯.૦ની સ્ટ્રાઈક રેટથી ૯૩૨ રણ બનાવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.