Western Times News

Gujarati News

ભાજપ કાર્યકર્તાઓએ AMUમાંથી ઝીણાની તસવીર હટાવવા દેખાવો કર્યા

અલીગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ સપ્ટેમ્બરે અલીગઢ આવી રહ્યા છે. આ પહેલાં અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાં લાગેલી પાકિસ્તાનના જનક મોહમ્મદ અલી ઝીણાની તસવીર પર વિવાદ વધી રહ્યો છે.

ભાજપના કાર્યકર્તાઓએ એએમયુમાંથી ઝીણાની તસવીર હટાવવાને લઈ ડીએસ કોલેજમાં દેખાવો કર્યા. એ પછી તેમણે ઝીણાની તસવીર પબ્લિક ટોઇલેટમાં લગાવી દીધી. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતના ટુકડા કરનાર ઝીણાની તસવીરને એએમયુમાંથી હટાવવામાં આવે. એ પછી આ મામલો ગરમાવા લાગ્યો અને એનો વિરોધ શરૂ થઈ ગયો છે.

આ સમગ્ર વિરોધપ્રદર્શન ભાજપના મંડલ પ્રવક્તા શિવાંગ તિવારીના નેતૃત્વમાં કરવામાં આવ્યું. કાર્યકર્તાઓએ જાેરદાર નારેબાજી કરીને ઝીણાની તસવીરને ફાડી નાખી. તેમણે કહ્યું હતું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલી ઝીણાની તસવીરને હટાવવામાં આવે. એ પછી કાર્યકર્તાઓએ ગાંધી પાર્ક બસ ડેપો પર જઈને પબ્લિક ટોઇલેટમાં ઝીણાની તસવીર લગાવી દીધી. થોડીવારમાં જ આ તસવીર વાઈરલ થવા લાગી. પ્રશાસનને જેવી આ અંગેની માહિતી મળી તેમણે તાત્કાલિક ફોટો હટાવડાવ્યો.

ભાજપના નેતા શિવાંગ તિવારીના નેતૃત્વમાં યુવાઓએ ૯ સપ્ટેમ્બરે ઝીણાની તસવીરના વિરોધમાં દેખાવો કર્યા હતા અને લોહીથી પત્ર લખીને વડાપ્રધાન પાસે માગણી કરી હતી કે ઝીણાની તસવીરને એએમયુમાંથી હટાવવામાં આવે. પ્રશાસને યુવાઓને આશ્વાસન આપ્યું હતું કે તેમની માગોને સરકાર સુધી પહોંચાડવામાં આવે અને તેના મેમોરેન્ડમને પણ કેન્દ્ર સરકાર સુધી મોકલવામાં આવશે. એ પછી ભાજપે બીજી વખત વિરોધ વ્યક્ત કર્યો.

ઘટના પછી દેખાવો કરી રહેલા ભાજપના યુવા કાર્યકર્તાઓનો પોલીસ પ્રશાસને સંપર્ક કર્યો અને તેમને તેમના ઘરમાં જ નજરબંધ કરવામાં આવ્યા. એની સાથે ચેતવણી આપવામાં આવી કે વડાપ્રધાનનો કાર્યક્રમ પૂરો થવા સુધી ઘરમાંથી બહાર ન નીકળો.

જાેકે સમગ્ર મામલામાં પોલીસ કે પ્રશાસનના કોઈપણ અધિકારી નિવેદન આપવાથી અળગા રહે. ગાંધી પાર્ક પોલીસ સ્ટેશનના એસએસઆઇ એસપી સિંહે સાથે આ અંગે વાત કરવામાં આવી. જાેકે તેમણે કહ્યું હતું કે તેમને આ અંગેની કોઈ માહિતી નથી અને આ અંગે કોઈ ફરિયાદ પણ આવી નથી. તેમનું કહેવું હતું કે જાે કોઈ ઘટના થઈ છે તો નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.