Western Times News

Gujarati News

ભારતપેએ મર્ચન્ટ પાર્ટનર્સ માટે ‘ભારતપે લગાઓ, વર્લ્ડ કપ જાઓ’ કન્ટેસ્ટ શરૂ કરી

ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારતની મેચ જોવા ઓલ-એક્ષ્પેન્સ પેઇડ ટ્રિપ જીતવાની તક

140+ શહેરોમાં મર્ચન્ટ્સને 400 રિવોર્ડ આપવાની યોજના

નવી દિલ્હી,  નાનાં વેપારીઓને સક્ષમ બનાવવાના પ્રયાસને જાળવી રાખીને ભારતની વેપારીઓ માટે અગ્રણી ફિનટેક કંપની ભારતપેએ એના વેપારી પાર્ટનર્સ માટે ‘ભારતપે લગાઓ, વર્લ્ડ કપ જાઓ’ નામની  ઇનોવેટિવ કન્ટેસ્ટ શરૂ કરી છે. આ પહેલના ભાગરૂપે ભારતપે એના ભારતપે ક્યુઆર મર્ચન્ટ્સને દુબઈની 2 દિવસની,

ઓલ-એક્સપેન્સ પેઇડ ટ્રિપની મજા માણવાની અને આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમને પ્રોત્સાહન આપવાની તક આપશે. આ પહેલના ભાગરૂપે કંપનીએ દેશભરમાં એના 400 સૌથી વધુ વ્યવહાર કરતા વેપારીઓને રિવોર્ડ આપવાની યોજના પણ બનાવી છે. આ કન્ટેસ્ટ 140+ શહેરોમાં લાઇવ થશે, જ્યાં ભારતપે હાજરી ધરાવે છે. આ કન્ટેસ્ટ 30 સપ્ટેમ્બર, 2021નો રોજ પૂર્ણ થશે.

‘ભારતપે લગાઓ, વર્લ્ડ કપ જાઓ’કન્ટેસ્ટમાં ભારતપે ક્યુઆર પર નાણાકીય વ્યવહારોની સંખ્યા કે ટીપીવીના આધારે ત્રણ સીમાચિહ્ન સામેલ છે. વેપારીઓ 50 વ્યવહારો પૂર્ણ કરીને કે રૂ. 25,000ના મૂલ્યના વ્યવહારો કરીને પહેલું સીમાચિહ્ન, 150 વ્યવહારો કે રૂ. 75,000ના ટીપીવી પૂર્ણ કરીને બીજું સીમાચિહ્ન અને 250 વ્યવહારો કે રૂ. 125,000 ટીપીવી પૂર્ણ કરીને ત્રીજું સીમાચિહ્ન સર કરી શકે છે.

દરેક સીમાચિહ્ન પર સ્ક્રેચ કાર્ડનો લાભ લઈ શકાશે અને વેપારીઓને રૂ. 1000 સુધીની સુનિશ્ચિત આવક થઈ શકે છે. ત્રીજું સીમાચિહ્ન સર કરનાર વેપારીઓને આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતની મેચ જોવા દુબઈ જવા ઓલ-ઇન્ક્લૂઝિવ પેકેજ મળી શકે છે. કન્ટેસ્ટના વિજેતાઓનો નિર્ણય લકી ડ્રો મારફતે થશે

અને એની જાહેરાત ઓક્ટોબર, 2021ના પ્રથમ અઠવાડિયામાં થશે. ઉપરાંત વેપારીઓ રોમાંચક રિવોર્ડ્ઝ/ભારતપે મર્ચન્ડાઇઝ રીડિમ કરી શકે છે, જેમાં ઓટોગ્રાફ કરેલા મિનિએચ્યોર બેટ, ઓટોગ્રાફ કરેલું ફૂલ-સાઇઝ બેટ, ફ્રી સાઇઝ કેપ, ક્રિકેટ જર્સી, લેધરનો ક્રિકેટ બોલ, રિચાર્જ/બિલ પેમેન્ટ પર તાત્કાલિક ડિસ્કાઉન્ટ સામેલ છે તથા તેમના મનપસંદ ક્રિકેટ સિતારાઓને મળવાની તક મળશે.

આ અભિયાન વિશે ભારતપેના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી નિશાંત જૈને કહ્યું હતું કે, “વેપારીઓ અમારી દરેક કામગીરીનું હાર્દ છે. અમે નાનાં વેપારીઓ અને કિરાના સ્ટોર્સના માલિકોને શ્રેષ્ઠ ફિનટેક ઉત્પાદનો સાથે સક્ષમ બનાવવાનું વિઝન ધરાવે છે, જે તેમના વ્યવસાયની વૃદ્ધિમાં મદદરૂપ થઈ શકે છે. અમે અમારા સૌથી વધુ વ્યવહાર કરતા વેપારીઓને રિવોર્ડ આપવા સમયેસમયે નવા અભિયાનો શરૂ કરીએ છીએ અને તેમની સાથે અમારા સંબંધને વધારે ગાઢ બનાવીએ છીએ.

ચાલુ વર્ષની શરૂઆતમાં અમે 3 મહિના લાંબા ફેસ્ટિવ બોનન્ઝામાં 10 વિકસતાં શહેરોમાં સૌથી વધુ વ્યવહાર કરતાં 673 વેપારીઓને રિવોર્ડ આપ્યાં હતાં. હવે તહેવારની આગામી સિઝન માટે વ્યવસાય સજ્જ હોવાથી અમે યુએઇમાં આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતની રમતને લાઇવ જોવાની તક અમારા સૌથી વધુ વ્યવહાર કરતાં વેપારીઓને આપવા ઇચ્છતાં હતાં. આપણા દેશમાં ક્રિકેટ સૌથી વધુ લોકપ્રિય રમતમાં સામેલ છે

અને ‘ભારતપે લગાઓ, વર્લ્ડ કપ જાઓ’અમારા સૌથી વધુ વ્યવહાર કરતા વેપારીઓને દુબઈની ટ્રિપ સાથે રિવોર્ડ આપવા ડિઝાઇન કરેલી પહેલ છે. અમને ખાતરી છે કે, આ કન્ટેસ્ટ અમને અમારું વેપારીઓ સાથેનું જોડાણ વધારે ગાઢ બનાવશે. અમને આ પહેલ સાથે ઓછામાં ઓછા 5 મિલિયન વેપારીઓ સાથે સંપર્કની આશા છે. અમે આગામી સમયમાં અમારા 7.5 મિલિયન મર્ચન્ટ પાટર્નર્સને સક્ષમ બનાવવા અને બિરાદવવા વધુ નવીન કન્ટસ્ટે શરૂ કરીશું.”

અત્યારે આ કન્ટેસ્ટ ભારતમાં ટિઅર-1, 2 અને 3 શહેરોમાં લાઇવ થઈ છે, જેમાં હૈદરાબાદ, બેંગલોર, દિલ્હી એનસીઆર, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મેટ્રો શહેરો તેમજ પૂણે, જયપુર, ભોપાલ, ઇન્દોર, લખનૌ, ચંદીગઢ, અમદાવાદ વગેરે જેવા વિકાસશીલ શહેરો સામેલ છે.

ઉપરાંત વિશાખાપટનમ, વડોદરા, વારંગલ, નાગપુર, અલ્હાબાદ, કાનપુર, વિજયવાડા, ઔરંગાબાદ, વારાણસી, નાશિક, દેહરાદૂન, કોચી, મેંગલોર, મૈસૂર, આગ્રા, લુધિયાણા, મેરઠ, સુરત, જલંધર, ગોરખપુર, પટણા, ગૌહાટી, ત્રિવેન્દ્રમ, ભુવનેશ્વર, કોઈમ્બતૂર અને મદુરાઈ જેવા શહેરોમાં પણ લાઇવ થઈ છે.

ગત નાણાકીય વર્ષમાં ભારતપેએ અસાધારણ વૃદ્ધિ જોઈ હતી, જેમાં કંપનીએ પેમેન્ટમાં 5 ગણો અને ધિરાણ વ્યવસાયમાં 10 ગણો વધારો અનુભવ્યો છે. દેશના ડિજિટલ ઇન્ડિયા અભિયાનમાં નવું પ્રકરણ લખીને ભારતપે મેટ્રો શહેરો ઉપરાંત અન્ય નાનાંમોટાં શહેરોમાં ઝડપથી વિસ્તરણ કરી રહી છે,

જેનો આશય ભારતમાં વેપારીઓને સલામત અને સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ માળખું પ્રદાન કરવાનો તેમજ ધિરાણ ઓફર કરવાને છે. તાજેતરમાં ભારતપે 2.85 અબજ ડોલરના મૂલ્યાંકન પર સીરિઝ ઈ ફંડમાં 370 મિલિયન ડોલરનું ફંડ મેળવીને યુનિકોર્ન ક્લબમાં સામેલ થઈ હતી. ભારતપે ભારતમાં ટોચના 5 સૌથી વધુ મૂલ્ય ધરાવતા ફિનટેક સ્ટાર્ટઅપમાં સામેલ છે તથા ભારતમાં કોઈ પણ સ્ટાર્ટઅપ માટે મજબૂત કેપ ટેબલ્સ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.