Western Times News

Gujarati News

યુપીના ભાજપના ધારાસભ્યે જ પોતાની સરકાર માટે શું કહી નાખ્યું

સુલ્તાનપુર, ઉત્તર પ્રદેશની સુલ્તાનપુર સીટ પરથી ભારતીય જનતા પાટીના ધારાસભ્ય સીતારામ વર્માની ટ્‌વીટથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયા પર પોતાની જ સરકાર બાબતે ધારાસભ્યની એક પોસ્ટ પર હોબાળો મચી જવા પામ્યો છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘જુઠ્ઠું બોલવામાં નંબર વન છે ભાજપ સરકાર જેના ચાર દિવસ બચ્યા છે.

જાેકે આ પોસ્ટ પર હોબાળો મચ્યા બાદ ધારાસભ્યએ સફાઇ આપી છે કે આ પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી નથી. મારા મોબાઈલને કોઇકે હેક કરીને મોકલી છે. તેની તપાસ કરાવવામાં આવશે.

ભાજપ ધારાસભ્યની આ ટ્‌વીટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ટ્રોલિંગની શરૂઆત થઈ ગઈ છે. તેના પર સફાઇ આપતા ધારાસભ્યએ કહ્યું કે તેઓ રાજ્ય સરકાર પ્રત્યે વિરોધાભાસ બાબતે ક્યારેય વિચારી પણ શકતા નથી. સરકારની યોજનાઓને અંતિમ સ્થાન પર જીવન વ્યતીત કરી રહેલા લોકો સુધી પહોંચાડવા માટે તેઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. તેની સાથે જ ભાજપ સંગઠન તરફથી ચલાવવામાં આવી રહેલા કાર્યક્રમોમાં આગળ પડીને ભાગીદારી રહે છે.

તેમણે કહ્યું કે તેમનો સંપૂર્ણ સહયોગ પાર્ટી અને સરકાર માટે છે. તેમણે એ પણ કહ્યું કે ટ્‌વીટર હેન્ડલ હેક કરીને કોઈએ આ પોસ્ટ કરી છે. તેનું ઉદ્દેશ્ય વિરોધીઓને ફાયદો પહોંચાડવાનો છે. સરકાર અને તેમના વિરોધીઓના ઈરાદા સફળ નહીં થાય. તેમણે હેકર વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. પોલીસનું કહેવું છે કે સાયબર ટીમ આ પ્રકરણની તપાસ કરી રહી છે. સુલ્તાનપુર જિલ્લાના જયસિંહપુર (સદર) સીટ પરથી ભાજપના ધારાસભ્ય સીતારામ વર્મા આગમી વર્ષે થનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી પ્રબળ દાવેદાર છે.

રાજનૈતિક જાણકારોના જણાવ્યા મુજબ સીતારામનો સુલ્તાનપુરમાં ખાસ પ્રભાવ છે. સીતારામના સમર્થકોને આશા છે આ વખતે પણ તેમના નેતા બાજી મારશે પરંતુ ચૂંટણીના અંત સમય પહેલા રાજ્યની યોગી સરકાર અને પાર્ટી વિરોધી પોસ્ટ વાયરલ થવી ધારાસભ્ય સીતારામ માટે સારા સંકેત નથી.

અંગ્રેજી અખબારમાં પ્રકાશિત જાહેરાતમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે કોલકાતા ફ્લાઇઓવરના વિકાસની તસવીર લગાવી દેવામાં આવી છે. પાસે જ ઢઉ મેરિયટ હૉટલ નજરે પડી રહી છે. સોશિયલ મીડિયા પર તેને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. આ જાહેરાતને લઈને તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી , કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓએ નિશાનો સાધ્યો છે.

આમ આદમી પાર્ટી ના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહે પણ આ તસવીર શેર કરતા કહ્યું કે એવો વિકાસ ન સાંભળ્યો હશે ન જાેયો હશે. કોલકાતા ફ્લાઇઓવર ખેચીને લખનૌ લઈ આવ્યા આપણાં મુખ્યમંત્રી આદિત્યનાથ જી. ભલે જાહેરાતમાં લઈ આવ્યા પરંતુ લઈ આવ્યા ખરા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.