Western Times News

Gujarati News

અફઘાનમાં ગરીબી-ભૂખમરો વ્યાપક બનશે: યુનોની ચેતવણી

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સરકાર ભલે બનાવી લીધી હોય પણ યુનાઈટેડ નેશન્સે ચેતવણી આપતા કહ્યુ છે કે, અફઘાનિસ્તાન બહુ મોટા સંકટ તરફ ધકેલાઈ રહ્યુ છે.યુએન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, દેશમાં બહુ જલ્દી ગરીબી અને ભૂખમરો વ્યાપક બની શકે છે અને તેના કારણે સામાજીક વ્યવસ્થા પડી ભાંગશે.જાે અફઘાનિસ્તાનને બહુ જલ્દી નાણાકીય સહાય ના મળી તો લાખો લોકો ભૂખમરા તરફ ધકેલાઈ જશે.

યુએનના વિશેષ દૂત ડેબરાહ લિયોન્સનુ કહેવુ છે કે, દુનિયાના દેશો ભેગા થઈને અફઘાનિસ્તાનને બરબાદી તરફ ધકેલાતા બચાવી લે. અફઘાનિસ્તાનમાં માનવાધિકારનુ પણ સંકટ સર્જાયેલુ છે અને તેનો ઉકેલ નહીં લવાય તો આવનારા દિવસો વધારે ખતરનાક હશે.

તેમના મતે તાલિબાનનુ શાસન આવ્યા બાદ અમેરિકા સહિતના દેશોએ અબજાે ડોલરની સંપત્તિ જપ્ત કર્યા બાદ અફઘાનિસ્તાનની ઈકોનોમી માટે કટોકટી સર્જાઈ છે.આ જ સ્થિતિ રહી તો દેશ સદીઓ પાછળ ધકેલાઈ જશે.તાલિબાનને અર્થવ્યવસ્થા સુધારવા માટે અને માનવાધિકારીની સ્થિતિને સુધારવા માટે એક તક આપવાની જરુર છે.

લિયોન્સના મતે અમેરિકાએ અફઘાનિસ્તાનના નવ અબજ ડોલર ફ્રિઝ કરેલા છે અને આ રકમ અફઘાનિસ્તાનને મળવી જાેઈએ પણ સાથે સાથે તેનો ઉપયોગ તાલિબાન સરકાર ના કરે તે જાેવુ પડશે. જાેકે અમેરિકન સરકાર હાલમાં તો તાલિબાન પર મુકાયેલા પ્રતિબંધોમાં કોઈ રાહત આપવાના મૂડમાં નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.