Western Times News

Gujarati News

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફનાર્ન્ડિઝનું ૮૦ વર્ષની વયે નિધન

મેંગલુરુ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફનાર્ન્ડિઝનું નિધન થયું છે. ઓસ્કાર ફનાર્ન્ડિઝે કર્ણાટકના મેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા હતા.કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેમના નિધન પર દુખ વ્યકત કર્યું છે.

ઓસ્કાર ફનાર્ન્ડિઝે મેંગ્લુરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. હોસ્પિટલ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે, ટૂંક સમયમાં નિવેદન પણ જારી કરવામાં આવશે. ૮૦ વર્ષીય ઓસ્કાર ફનાર્ન્ડિઝ લાંબા સમયથી બીમાર હતા અને થોડા અઠવાડિયાથી તેમને મેંગલુરુમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે યોગ કરતી વખતે તેમને ઈજાઓ પણ થઈ હતી, ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. ઓસ્કાર ફનાર્ન્ડિઝ ગાંધી પરિવારની નજીક હતા.

ઓસ્કાર ફનાર્ન્ડિઝ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સૌથી નજીકના લોકોમાંના એક હતા. તેમણે યુપીએ સરકારમાં માર્ગ પરિવહન પ્રધાન તરીકે સેવા આપી હતી. ઓસ્કાર ફનાર્ન્ડિઝ હજી પણ રાજ્યસભાના સાંસદ હતા. યુપીએ સરકારની બંને બાબતમાં મંત્રી તરીકે સેવા આપનારા ઓસ્કાર ફનાર્ન્ડિઝ લાંબા સમયથી ગાંધી પરિવાર સાથે કામ કરી રહ્યા હતાં.

ફર્નાન્ડીઝ રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહી ચૂક્યા છે.તેઓ ૧૯૮૦માં કર્ણાટકની ઉડપ્પી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ ૧૯૯૬ સુધી તેઓ અહીંથી જીતતા રહ્યા હતા. ૧૯૯૮ માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા ત્યારથી તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે સંસદ સભ્ય રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.