Western Times News

Gujarati News

મારી પત્ની અને તેના લવરને કારણે હું આત્મહત્યા કરું છું, ચિઠ્ઠી લખી યુવક લટકી ગયો

અમદાવાદ, અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા યુવકને તેની પત્નીના લઘુમતી સમાજના યુવક સાથે આડાસંબંધ હોવાની જાણ થઈ હતી. દિવસ-રાત ધમકીઓ આપવામાં આવતી હતી, જેથી યુવકે પત્નીના આડાસંબંધોથી કંટાળી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં તેણે સુસાઈડ નોટ લખી હતી, જેમાં પત્નીના આડાસંબંધને કારણે આપઘાત કરે છે અને તેને માફ ન કરતા, પૂરી સજા આપજાે. મને ન્યાય આપજાે એવી માગ કરી છે. આ ઘટનામાં વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી મહિલાના ભાઈ જયેશના લગ્ન પંદરેક વર્ષ પહેલાં જયા સાથે થયા હતા. તેમને સંતાનમાં ત્રણ બાળક છે. જયા તેના પતિ સાથે વાસણામાં રહેતી હતી. બાદમાં તે અવારનવાર તેના પતિ સાથે નાની નાની બાબતોમાં ઝગડા કરતી હતી.

પત્નીના વર્તનથી કંટાળીને પતિ દારૂની લતે ચઢી ગયા હતા. જયેશભાઇ તેમના બહેનના ઘરે જતા ત્યારે તેઓ જણાવતા કે તેમની પત્ની જયાને કોઈ મુસ્લિમ યુવક સાથે આડાસંબંધો છે. જાે તે આ બાબતે તેની સાથે વાત કરે તો તેની સાથે ઝગડો કર્યા કરે છે, જેથી તેમનાં બહેન અવારનવાર બંનેને આવું ન કરવા સમજાવતાં હતાં.

ગત ૨૪મી જૂનના રોજ જયા પતિ સાથે ઝગડો કરી બાળકોને લઈને પિયર જતી રહેવાનું કહી તકરાર કરતી હતી. જેથી જયેશભાઇ બે ટાઈમ જમવા માટે બહેનના ઘરે જતા હતા. બાદમાં ૨૭મીએ બહેન ચા પીવા ભાઈને તેમના ઘરે બોલાવવા ગઈ હતી. જાેકે દરવાજાે ખખડાવતાં જયેશભાઈએ દરવાજાે ખોલ્યો નહોતો.

લોકોને જાણ કરતાં બધા ત્યાં પહોંચ્યા હતા. દરવાજાે તોડીને જાેયું તો ઉપરના માળે જયેશભાઈ છતના હૂકમાં ફાંસો ખાઈ આપઘાત કરી બેઠા હતા. તાત્કાલિક જાણ કરતાં વાસણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનું પીએમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ તપાસ દરમિયાન જ્યાં જયેશભાઈએ આપઘાત કર્યો હતો ત્યાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠીમાં “હું આત્મહત્યા કરું છું. એમાં એકમાત્ર મારી પત્ની અને તેનો લવર સામેલ છે. છેલ્લા ત્રણ મહિનાથી રાત-દિવસે મને ધમકી મળે છે. તેના ફોન ઉપરથી તેની ફોન હિસ્ટ્રી ચેક કરો એટલે તેનો લવર મળી જશે. મને ન્યાય મળે એવી સરકાર પાસે આશા રાખું છું.” જે ચિઠ્ઠી પરિવારજનોએ પોલીસને આપી હતી.

પરિવારજનોને જયેશભાઈની દીકરીના ચોપડામાં તેમણે પોતાની આપવીતી લખી હતી. એમાં “હું આજે આત્મહત્યા કરું છું. મારા મોતનું કારણ મારી ઘરવાળી છે. મને ખૂબ જ માનસિક ત્રાસ આપે છે. મારે મરવું નથી, પણ તેને કારણે હું આજે આત્મહત્યા કરું છું. તેને માફ ન કરતા અને પૂરી સજા આપજાે. મને ન્યાય આપજાે. તેના ફોન કોલ રેકોર્ડ તપાસજાે, બધી ડિટેલ મળી જશે. મારે આજે મરી જવું છું, મારા છોકરાઓનું ધ્યાન રાખજાે.” આ ચોપડામાં મળેલું લખાણ પણ પરિવારજનોએ પોલીસને સોંપતાં હવે તપાસ બાદ વાસણા પોલીસે રેખા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.