Western Times News

Gujarati News

કોરોના કોવેક્સિનને સપ્તાહમાં WHOની મંજૂરીની શક્યતા

Files Photo

નવી દિલ્હી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ આ સપ્તાહે ભારત બાયોટેકની કોરોના વાયરસ વેક્સિન કોવેક્સિને મંજૂરી આપી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિનને અત્યાર સુધી ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ મળ્યું નથી.

તે માટે ભારત બાયોટેકે સંગઠનની પાસે જુલાઈ મહિનામાં તમામ જરૂરી દસ્તાવેજ અને ટ્રાયલ સાથે જાેડાયેલા ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા. હવે સૂત્રોનું કહેવું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન આ સપ્તાહે કોવેક્સિનને મંજૂરી આપી શકે છે.

કોવેક્સિનના ઇમરજન્સી યૂઝ માટે તકનીકી નિષ્ણાંતો દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી હતી. ડબ્લ્યૂએચઓના દક્ષિણ-પૂર્વ એશિયાના ક્ષેત્રીય ડાયરેક્ટર ડોક્ટર પૂનમ ખેત્રપાલ સિંહે જુલાઈમાં જણાવ્યું હતું કે તકનીકી નિષ્ણાંત સમિતિ ડોઝિયરની સમીક્ષા કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના, જાેનસન એન્ડ જાેનસન, સિનોવૈક અને સિનોફાર્માને ડબ્લ્યૂએચઓ દ્વારા ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ (ઈયુએલ) આપવામાં આવ્યું છે. કોવેક્સિન માટે ભારત બાયોટેક દ્વારા ડબલ્યુ એચઓ પાસે ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગની માંગ કરવામાં આવી છે. કંપનીએ સાથે એક પૂર્વ-સબમિશન બેઠક કરવામાં આવી હતી.

ત્યારબાદ જુલાઈની શરૂઆતમાં ભારત બાયોટેક દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાને ડોઝિયર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. હાલ ઈયૂએલ આપવા માટે તકનીકી નિષ્ણાતો દ્વારા ડોઝિયરની સમીક્ષા કરવામાં આવી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.