Western Times News

Gujarati News

ઇકોનોમીને મજબુત કરવા માટે વેક્સીનેશન જ એકમાત્ર દવાઃ સીતારમન

નવીદિલ્હી, નાણાં મંત્રી ર્નિમલા સીતારમને કહ્યું કે ઇકોનોમીને મજબૂતી આપવા માટે વેક્સીનેશન જ એકમાત્ર દવા છે કેમ કે તે લોકોને નિયમિત રૂપે વેપાર કરવા કે ખેડૂતોને ખેતી કરવાની મંજૂરી આપે છે સાથે જ તેમણે કહ્યું કે દેશના ૭૩ કરોડ લોકોએ કોરોના વિરોધી વેક્સીનના ડોઝ લઈ લીધા છે.

દેશના વેક્સીનેશન અભિયાન સુચારું રૂપે ચાલી રહ્યું છે અને અત્યાર સુધી ૭૩ કરોડ લોકોએ વેક્સીન નિઃશુલ્ક લઈ લીધી છે. આજે વેક્સીનેશન કાર્યક્રમ દ્વારા લોકોને વેપાર કરવા, વેપારી બિઝનેસ ચલાવવા માટે પ્રોડક્ટ ખરીદવા, ઇકોનોમીને મજબૂતી આપવા કે ખેડૂત ખેતી કરવા માટે સમક્ષ થઈ શકે એટલે વેક્સીનેશન જ ઇકોનોમીને મજબૂતી આપવા માટે આ વાયરસ સામે લડવાની એકમાત્ર દવા છે.

તામિલનાડ મર્કેન્ટાઈલ બેંકના શતાબ્દી સમારોહમાં નાણાં મંત્રી ર્નિમલા સીતારમને કહ્યું કે અમે બધા પ્રાર્થના કરી રહ્યા છીએ કે કોરોના વાયરસની ત્રીજી લહેર ન આવે. માની લો કે જાે ત્રીજી લહેર આવે છે તો બધાને હૉસ્પિટલોની ઉપલબ્ધતા બાબતે વિચારવું પડશે,

જાે કોઈ હૉસ્પિટલ છે તો પણ શું તેમાં આઇસીયુ છે અને જાે આઇસીયુ છે તો શું તેમાં ઓક્સિજન છે? આ બધા સવાલો માટે મંત્રાલયે એક યોજનાની જાહેરાત કરી છે જેમાં હૉસ્પિટલોને પોતાના વિસ્તારમાં ગતિ લાવવા માટે મંજૂરી આપવામાં આવી. તેમણે કહ્યું કે તામિલનાડુ મર્કેન્ટાઇલ બેંકના રિપોર્ટ વડે અમે જાેઈ શક્યા કે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓને લાભાર્થીઓ (હૉસ્પિટલ) સુધી પહોંચાડી શક્યા.

આજના પરિદૃશ્યમાં એ જરૂરી છે ન માત્ર સાર્વજનિક ક્ષેત્રની બેંક પરંતુ ખાનગી ક્ષેત્રની બેંકોએ પણ તેનું પાલન કરવું જાેઈએ. આ પહેલા તૂતિકોરિનમાં મે ૧૯૨૧મા બેંકની સ્થાપના કરવા માટે નાદર સમુદાયના વખાણ કરતા ર્નિમલા સીતારમણે કહ્યું કે આજે તામિલનાડ મર્કેન્ટાઇલ બેંકને યૂનિવર્સલ એક્સેપ્ટેન્સ સ્વીકૃતિ મળી ગઈ છે અને એ બધા રાજ્યો તથા ૩ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઉપસ્થિત છે.

તેમણે કહ્યું કે અહીં સુધી કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની બાબતે ઘણું બધુ લખી ચૂકેલા જાણીતા ગ્રીક લેખકે પણ પોતાના પુસ્તકમાં નાદર સમુદાયનો ઉલ્લેખ કર્યો હતો. તો આજે આ માત્ર નાદર સમુદાયની બેંક કે તૂતિકોરિનની બેંક નથી રહી પરંતુ તેની દેશવ્યાપી ઉપસ્થિતિ છે અને તેમાં ૪૧ હજાર કરોડ રૂપિયાથી વધુની ધનરાશી જમા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.