દિવાળીના તહેવારો પૂર્વે ઉત્તર ભારત જતી મોટાભાગની ટ્રેન ‘હાઉસફૂલ’

અમદાવાદ, દિવાળી અને છઠ પૂજા પર્વે દરમિયાન ઉત્તર ભારત જતી ટ્રેનમાં અત્યારથી જ હાઉસફુલના પાટીયા લટકી રહ્યા છે. દિવાળી અને છઠ પૂજા ઉપરાંત કોરોનાને લીધે માર્ચ મહિનામાં રદ થયેલા લગ્ન પણ મોટી સંખ્યામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જેને લીધે શહેરમાં રહેતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ પોતાની ટિકિટ કન્ફર્મ કરી લેવા પડાપડી કરી રહ્યા છે.
દિવાળી પર દોડનારી લગભગ તમામ રેગ્યુલર ટ્રેન હાઉસફૂલ થઇ જતાં હવે દિવાળી અને લગ્નસરાને ધ્યાને રાખી રેલવેને સ્પેશિયલ ટ્રેન દોડાવવાની ફરજ પડશે. નવેમ્બર મહિનામાં દિવાળી વેકેશન અને ત્યારબાદ બિહાર અને પૂર્વાચલનું સહુથી મોટુ પર્વ છઠ પુજા પણ છે. આવા સંજાેગોમાં લાખો લોકો ઉત્તર ફારત માટે અત્યારથી જ ટ્રેનમાં બુકિંગ કરી ચુક્યા છે.
છઠ પૂજા અને દિવાળી નિમિત્તે દર વર્ષે ઉત્તર ભારત જતી ટ્રેન હાઉસ ફૂલ થઇ જાય છે અને લાંબુ વેઇટિંગ લિસ્ટ જાેવા મળે છે. આવા સંજાેગોમાં રેલવે સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવે છે. ગત વર્ષે કોરોનાને લીધે ટ્રેન વ્યવહાર પર અસર પડવાને કારણે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી ન હતી. જાેકે દર વર્ષે ૧૦૦ જેટલી સ્પેશિયલ ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરની સંખ્યાને ધ્યાને રાખી દોડાવવામાં આવે છે.
છઠ પુજા એ ઉત્તર ભારતીયો માટે અતિ મહત્વનો ધાર્મિક તહેવાર ગણવામાં આવે છે. જે અમદાવાદ શહેરમાં પણ એટલા જ ઉત્સાહથી ઊજવવામાં આવે છે. હાલમાં ઉત્તર ભારત જતી ટ્રેનમાં અમદાવાદ-બરોલી-૧૪૫, છપરા-૧૯૩, વડોદરા-મહામના-૧૭૦, બાંદ્રા-ગાજીપુર-૧૨૦, દાનાપુર-૧૩૨, સુરત-ભાગલપુર-૧૭૮, વલસાડ-મુઝફ્ફરપુર-૧૦૦ સીટનું પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા બાય વિકલી પોરબંદર-હાડા ટ્રાય વિકલી.
પોરબંદ-મુઝફ્ફરપુરમાં પણ લાંબુ વેઇટિંગ છે. જેમને અમદાવાદથી ઉપડતી કે સૌરાષ્ટ્રથી વાયા અમદાવાદ થઇને ઉત્તર ભારત જતી ટ્રેનમાં રિઝર્વેશન નથી મળ્યું, તેઓ સુરત, વલસાડ, વડોદરાથી ઉત્તર ભારતનું રેલ બુકિંગ કરાવી રહ્યા છે. જેના કારણે સુરત અને વડોદરાથી જતી ટ્રેન પણ હાઉસફૂલ છે. કેટલાક પ્રવાસીઓ રેલવેની સ્પેશિયલ ફેસ્ટિવલ ટ્રેનની જાહેરાતની રાહ જાેઇ રહ્યા છે.