Western Times News

Gujarati News

ગુજરાતમાં એક કાંકરે ત્રણ પક્ષી મારી ઇતિહાસ રચાયો?!

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માંથી આગળ વધારીને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની જવાબદારી કેમ સોંપવી પડી?!

કોરોના કાળ દરમિયાન ભાજપ સરકાર પર બહુ માછલા ધોવાયા અનેક લોકો મૃત્યુ પામ્યા! રેમડેશિવિર ઇન્જેક્શનો પર રાજકારણ ખેલાયુ? મુખ્યમંત્રી પાટીદાર જોઈએ એવો અવાજ થયો ત્યારે ૨૦૨૨ નો જ વિચાર કરવો પડે ને?!

તસવીર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે! બીજી તસવીર ગુજરાત ના નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની છે વચ્ચે ની તસ્વીર ગુજરાત વિધાનસભાની છે જ્યારે છેલ્લી તસવીર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી છે. પૂર્વ ઔડાના ચેરમેન અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ ઘાટલોડિયા વિધાનસભા થી ચુંટાયેલા ધારાસભ્ય છે અને તેમને અચાનક જ ગુજરાતના મુખ્યમંત્રી  બનાવી દેવાયા!

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે અમદાવાદ શહેરમાં મેયર કોણ? એની આવી ચર્ચા ચાલી હતી! ત્યારે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું જોરદાર લોબિંગ ચાલતું હતું. પરંતુ દરેકને સવારે ખબર પડી કે અમદાવાદ શહેરના મેયર એક અદના પાયાનો સામાન્ય કાર્યકર શ્રી અસિતભાઈ વોરાને મેયર બનાવી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા!

આજે દેશના વડાપ્રધાન પદ પર શ્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા પછી ફરી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સર્જાયેલી પરિસ્થિતિ માં એક મોટો નિર્ણય કરી ગુજરાતમાં એક કાંકરે ત્રણ પક્ષી માર્યા છે! કહેવાય છે કે એક તરફ ભાજપના કેટલાક સત્તાવાચ્છુકો પાટીદાર સમાજમાં પડદા પાછળ દોરી સંચાર કરી સંગઠિત કરી શ્રી વિજયભાઈ રૂપાણી નું નાક દબાવતા હતા

બીજી બાજુ પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ ગુજરાતનું બેક્સીટ ડ્રાઇવિંગ કરતા હતા અને રેમડેશિવિરના ૫૦૦૦ ડોઝ ની વહેંચણી કરતા, આ મુદ્દે હાઇકોર્ટે પણ વારંવાર ટીકા કરતા શ્રી વિજયભાઈ રૂપાણી ની સરકાર પણ અદાલત સમક્ષ સમસ્યામાં મુકાઈ હતી!

જ્યારે ત્રીજી તરફ શ્રી વિજયભાઈ રૂપાણી રાજકીય પડકારો સામે જવાબ આપવામાં થોડા ઢીલા પડતા હોય એવું લાગતા આખરે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના જૂના જૂથના વિશ્વાસુ ગણાતા શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની નિયુક્તિ કરી દીધી છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને બનાવીને એક ગુજરાતના રાજકારણમાં સ્વચ્છ પ્રતિભા ને ઉભી કરવા પ્રયત્ન થયો છે! ચૂંટણી સુધી પાટીદાર સમાજને વધુ મીટીંગો કરવામાંથી મુક્તિ અપાવી મતોના ધ્રુવીકરણ નો પ્રયાસ થયો છે!

ચુટણી થઈ હયા પછી ગુજરાત ના મુખ્યમંત્રી કોણ એ પ્રશ્ન તો કદાચ ઊભો જ રહેશે! ભાજપમાં સરકાર અને સંગઠન વચ્ચેનું ઠંડુ યુદ્ધ પણ અટકી જશે એવું મનાય છે અને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપરથી નામ નક્કી થયું છે એટલે શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે બાથ ભીડવાનું ચૂંટણી સમયે કોઈ પસંદ નહીં કરે

આમ એક કાંકરે ત્રણ પક્ષી મારીને મોવડી મંડળે ગુજરાતના રાજકારણમાં ઉકળતો ચરુ શાંત કર્યા છે હવે એ જોવાનું રહે છે ગુજરાત ની શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી માં ચાલતી કથિત શિસ્ત જળવાઈ રહે છે કે પછી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જેવા પીઢ નેતાને પણ પરેશાન કરાશે?! તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા

અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એ કહ્યું છે કે ‘‘ “પ્રજાને રાજકારણમાં નહીં સારી સરકાર માં રસ છે એટલું સમજે એવા નેતાઓ જ ઉજ્જવળ ભવિષ્ય આપી શકે છે’’!! જ્યારે રશિયાના નેતા જોસેફ સ્ટાલિને કહ્યું છે કે ‘‘ નાયકો ઇતિહાસ નથી લખતા ઇતિહાસ નાયકો- નેતૃત્વ સર્જન કરે છે’’!!

દેશમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાલાલ નેહરૂ, અબુલ કલામ આઝાદ અને ડોક્ટર આંબેડકર જેવા નેતા એ સર્જાયેલી પરિસ્થિતિ – ઇતિહાસ માથી મળ્યા ત્યારથી આ સિલસિલો ચાલતો આવ્યો છે કદાચ ગુજરાત સરકારમાં થયેલું નેતૃત્વનું પરિવર્તન એ સર્જાયેલી પરિસ્થિતિને આભારી છે પરંતુ આજના રાજકારણમાં ક્યારેક વ્યક્તિગત મહત્વાકાંક્ષાને  લઈને બીજાની લીટી ટૂકી કરવાનું સત્તાનું રાજકારણ જવાબદાર છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.