Western Times News

Gujarati News

અમિતાભ આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ગ્લોબલ સીટીઝન’ લાઈવના પ્રસારણમાં ભાગ લેશે

મુંબઇ, આંતરરાષ્ટ્રીય સંગઠન ‘ગ્લોબલ સિટિઝન’ના કાર્યક્રમના આયોજકોએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે, ‘ગ્લોબલ સીટીઝન’નાં જીવંત પ્રસારણમાં ભારત તરફથી મુંબઈ ભાગ લેશે. વૈશ્વિક એકતાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મોટા નેતાઓ, સામાજિક કાર્યકરો, ગરીબી નાબૂદી, જળવાયુ પરિવર્તન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ગ્લોબલ સીટીઝન’એ વિઝક્રાફ્ટ સાથે ભાગીદારીમાં જાહેરાત કરી હતી કે મુંબઈ ગ્લોબલ સીટીઝન લાઈવ બ્રોડકાસ્ટમાં ભારત તરફથી મુંબઈ ભાગ લેશે. આ ઈવેન્ટના ભાગરૂપે, ૨૫ સપ્ટેમ્બરના રોજ છ મહાદ્વીપમાં વિવિધ સ્થળેથી કાર્યક્રમો, ઉત્સવો અને પ્રસ્તુતિઓનું પ્રસારણ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય સંગઠન ‘ગ્લોબલ સિટિઝન’ના કાર્યક્રમના આયોજકોએ સોમવારે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, ‘ગ્લોબલ સીટીઝન’નાં જીવંત પ્રસારણમાં ભારત તરફથી મુંબઈ ભાગ લેશે. વૈશ્વિક એકતાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મોટા નેતાઓ, સામાજિક કાર્યકરો એક મંચ પર ઉપસ્થિત રહેશે.

ઈવેન્ટના આયોજકોએ સોમવારે એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું, કે ‘વિશ્વભરના મોટા નેતાઓ, સામાજિક કાર્યકરો અને કંપનીઓની મદદથી, ‘વૈશ્વિક એકતા’નાં હેતુ માટે કાર્યક્રમનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં, ગરીબી, જળવાયુ પરિવર્તન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ‘ગ્લોબલ સીટીઝન’માં અમિતાભ બચ્ચન ઉપરાંત આધ્યાત્મિક સદગુરુ જગ્ગી, વાસુદેવ, અનિલ કપૂર, ઋત્વિક સહિતની ઘણી હસ્તીએ ભાગ લેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.