Western Times News

Gujarati News

શાહવાડીમાં કેમિકલ યુક્ત પાણી ગટરમાં છોડવા ગેરકાયદેસર કનેકશનો

અમદાવાદ, શહેરના શાહવાડી, નારોલ તેમજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પાણી અને ગટરના કનેકશનો જોડાણ કરી દેવામાં આવે છે. આ અંગે અ. મ્યુ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ કેટલીક વાર આંખ આડા કાન કરતાં હોય છે. આ ગેરકાયદેસર રીતે કરેલા ગટર કનેકશનનોમાં ફેકટરીઓ દ્વારા ગંદુ કેમિકલ યુક્ત પાણી છોડી દેવામાં આવે છે. જેને કારણે ગટરો બ્લોક થાય છે અને ગટરો ઉભરાવવાના પણ પ્રશ્નો ઉભા થાય છે.  ગટરો ખોલવામાં આવે ત્યારે તેમાંથી કચરો અને અન્ય કેમિકલ વેસ્ટ ઘન સ્વરૂપે નિકળે છે.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના દક્ષિણ ઝોનના શાહવાડી ખાતે વિનસ ટેકસટાઇલની પાસે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ  પંપીંગ સ્ટેશનમાં જ બહુ મોટું કૌભાંડ છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહ્યુ છે.

સ્થાનિક ટેકસ ટાઇલની  કંપનીના એસિડિક કચરાવાળા પાણીની ગેર કાયદેસર પાઇપ લાઇન નાખી લોકોના જીવ સાથે ચેડાં કરવામાં આવે છે. આવા ગેરકાયદેસર કનેકશનો આપવામાં ખુદ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સામેલ છે. ભૂતકાળમાં આ જ પંપીંગ સ્ટેશનની બાજુ માં ગેસ ગળતરની ઘટનામાં ૪ લોકોના મૃત્યુ થયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.