Western Times News

Gujarati News

બોગસ ડિગ્રી પર લંડન જતા બે વિદ્યાર્થીઓ પકડાયાઃ એક વડોદરાનો બીજો નવસારીનો

કાનપુર યુનિ.ની બી.કોમની ડુપ્લીકેટ માર્કશીટ બનાવી સ્ટુડન્ટ વિઝા પર જતા બે પ્રવાસીઓને ઈમિગ્રેશને ઝડપ્યા

અમદાવાદ, ગુજરાતીઓમાં યેનકેન પ્રકારે વિદેશમાં સ્થાયી થવાની ઘેલછા વધુ હોય છે. લાખો રૂપિયા ખર્ચીને તેઓ ગમે તે રસ્તો અજમાવવા તૈયાર થઈ જતા હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન બોગસ ડિગ્રીના આધારે અભ્યાસઅર્થે જતા ગુજરાતના બે વિદ્યાર્થીઓને ઈમિગ્રેશન વિભાગે ઝડપી લીધા છે. હાલમાં બંને યુવાનોને એરપોર્ટ પોલીસને હવાલે કરી વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.

અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની લંડનની ફલાઈટમાં વડોદરા જિલ્લાનો વાઘા ગામનો રિશભ પટેલ (ઉ.વ.ર૩) અને નવસારી જિલ્લાના પટેલની ચાલીમાં રહેતા રોશન પટેલ (ઉ.વ.ર૪) આ બે વિદ્યાર્થી પ્રવાસીઓ સવાર હતા. આ બંને વિદ્યાર્થીઓ લંડન સ્ટુડન્ટ વિઝા પર જવાના હોવાથી તેમને ઈમિગ્રેશન વિભાગમાં પાસપોર્ટ સ્કેન માટે આપ્યા હતા દરમિયાન આ બંને યુવાનોના સ્ટુડન્ટ વિઝા સાથે જે કોલેજના એડમિશન સાથે ડોક્યુમેન્ટ જાડેલા હતા જેમાં ઈમિગ્રેશનના અધિકારીઓને શંકા ગઈ હતી. બંને વિદ્યાર્થીઓની બી.કોમની જે ડિગ્રી હતી

તે યુપીના કાનપુર શહેરમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ યુનિવર્સિટીની હતી, આમ વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાથી તેઓ કાનપુરમાં અભ્યાસઅર્થે કેવી રીતે ગયા તેમજ લંડનમાં સ્ટુડન્ટ વિઝા પર જવાનો ક્રેઝ પણ ઓછો છે આ મુદ્દે પુછપરછ કરતા બંને વિદ્યાર્થીઓ આડાઅવળા જવાબ આપતા ડિગ્રી બોગસ હોવાનું જણાયુ હતું. શંકા મજબુત થતા ઈમિગ્રેશન વિભાગે બંને વિદ્યાર્થીઓને ઓફલોડ કરી એરપોર્ટ પોલીસને હવાલે કરી દીધા હતા. બંને વિદ્યાર્થીઓની પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે અમને કાનપુર યુનિ. દ્વારા જ બી.કોમની ડિગ્રી ઈસ્યુ કરવામાં આવી છે.

લંડનમાં કોલેજમાં એડમિશન લઈ અમે લીગલી સ્ટુડન્ટ વિઝા લીધા છે બીજી તરફ પોલીસે બંને વિદ્યાર્થીઓની ડિગ્રી વેરિફિકેશન માટે યુનિ.ને મોકલી છે જા ખોટી પુરવાર થશે તો આ બંને વિદ્યાર્થીઓ લંડન જઈ શકશે નહી અને તેમની વિરૂધ્ધ ગુનો દાખલ કરશે. વધુમાં પોલીસે એમ પણ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ લીધેલા લંડનના સ્ટુડન્ટ વિઝા એમ્બેસીમાં વેરિફાઈ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ બંને વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝાને આધારે ગેરકાયદે લંડનમાં સ્થાયી થવાનો ઈરાદો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. (એન.આર.)

2 students nabbed from Ahmedabad internation airport flying to London on fake certificates, 1 from navsari and other from vadodara


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.