Western Times News

Gujarati News

વરસાદ પછી હવે પાકને રોગથી બચાવવો જરૂરી

લાંબા સમયના વિરામ પછી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદના લીધે ખૂબ મોટો લાભ થશે. એક બે વિસ્તાર સિવાય બધે સારો વરસાદ પડી ગયો અને આ લખાય છે ત્ય્રે હજુ સારું વાતાવરણ અને હવામાન છે તે આપણી ખેતી માટે સારું છે. જયાં સતત વરસાદનું હવામાન રહ્યું છે તે વિસ્તારમાં બેકટેરિયાથી લાગતો પાનના ટપકો કે ખૂણિયા ટપકાંઓ રોગ આવવાની શક્યતા છે ત્યારે ખરાડ થયા પછી કોપર સાથે સ્ટ્રેપ્ટોસાઈક્લિનનો છંટકાવ લાભ કરી શકે.

હવામાનના બદલાવને જાણવા, દિવસ અને રાત્રીના તાપમાનના ફેરફાર પર આપણી નજર રાખવી આજની ખેતી માટે આવશ્યક બની છે તેવું વિજ્ઞાન કહે છે ત્યારે આ હવામાનના બદલાવ સમે શું પગલાં લેવા ? તેની માહિતી આપણને કૃષિ નિષ્ણાત આપી શકે, એટલે જ કહું છું કે તમારા મોબાઈલમાં સાચી અને અસરકારક માહિતી આપણી એપ્લીકેશન અને અમુક સાચા ફેસબુક પેજ ખાસ રાખવા જાેઈએ.

તાજેતરમાં બે-ત્રણ એપ્સ ખાસ તમારા માટે ઉપયોગી છે તે તમારા મોબાઈલમાં ડાઉનલોડ આજેજ કરો અને એનો લાભ લ્યો એક છે ફાર્મ ડોકટરની સેવા આપતી યુનિવિયા, બીજી છે ખેતી પોઈન્ટ તેમાં પણ તમે તમારા પાકની માહિતી આપીને તમે કૃષિ નિષ્ણાંતોની મફત સેવાનો લાભ લઈ શકશો, આ એપ્લિકેશન તમે એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલપ્લેમાંથી ડાઉનલોડ કરી શકશો.

લ્યો બોલો તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે ગાયને પણ ક્યાં પોદળો કરવો ? કે મૂત્રવિસર્જન ક્યાં કરવું ? તે માટે ટ્રેઈન કરી શકાય ? તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આ માટે પ્રયત્ન કર્યો તો તેમાં સફળતા મળી છે, ટૂંકમાં દૂધાળા પશુને પણ ટ્રેનિંગ આપીને ધાર્યું કરાવી શકાય છે. પાલતુ પ્રાણીને ટ્રેનિંગની વાતમાં દૂધાળા પશુ પણ હવે ઉમેરાણાં છે.

ખેતીની વૈજ્ઞાનિક વાત આપણે સમજવી જાેઈઅ ેતે વાત ઉપર આવું તો આપણે ખેતીમાં જુદા-જુદા અખતરા કરતા હોઈએ છીએ અને ઘણી વખત તેના પરીણામો સારા પણ મળતા હોય છે પરંતુ ઘણી એવી બાબતો છે જે આપણે આપણા મનમાં સુજયું તે ખેતીમાં કરતા હોઈએ છીએ આપણે સૂક્ષ્મ તત્વો અને જરૂરી ખાતર આપવાની બાબત માટે બીજાને પૂછવું જાેઈએ તે પૂછતા પણ નથી.

આપણી જમીનમાં ઉગાડવામાં આવતા છોડ કે વૃક્ષને જરૂરી તત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર ઉપરાંત લોહ, મેંગેનીઝ, બોરોન, ઝીંક, તાંબુ, કલોરીન, મોલીબ્લેડમ વગેરેની જરૂર પડે છે આ જરૂરિયાતની પૂર્તિ વખતોવખત આપણે સેન્દ્રિય તત્વો દ્વારા અને રસાયણિક ખાતરો દ્વારા છોડને લભ્ય કરાવવાની હો યછે.

તમે મરચી વાવી છે ? હમણાં શિયાળો આવશે ત્યોર મરચીમાં ભૂકીછારો આવશે આ કેવા વાતાવરણમાં આવે છે ? શું તમને ખબર છે ? જાે તમારે તમારી મરચીને ભૂકી છારોથી બચાવવી હોઈ તો આ હવામાનના આંકડા બહુ ઉપયોગી થાય તમે વહેલાસર પગલાં લઈ શકો, જાે દિવસના મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧પ ડિગ્રી તફાવત હોય તો ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે, જયારે જયારે આવું હવામાન થાય તેટલીવાર બીજા દિવસે સલ્ફર છાંટી દ્યો તો મોંઘા ખર્ચમાંથી બચી જશો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.