Western Times News

Gujarati News

હાઉડી કાર્યક્રમમાં હાજરી આપવા US રવાના થયેલા મોદીનું જર્મનીમાં રોકાણ

નવી દિલ્હી : અમેરિકામાં યોજાનાર હાઉડી કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મંચ પર જાવા મળવાના છે અમેરિકામાં યોજાનારી ચૂંટણીના પગલે એનઆરઆઈના મત મેળવવા માટે ટ્રમ્પ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું ચર્ચાય રહયુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચવાની તૈયારીમાં છે ત્યારે તેઓ હાલ યુરોપમાં પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા કરવા માટે ખાસ રોકાયેલા છે અને આજે રાત્રે તેઓ અમેરિકા પહોંચવાના છે.

બીજીબાજુ અમેરિકામાં હ્યુસ્ટનના જાણીતા એનઆરજી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ સ્ટેડિયમની ક્ષમતા પ૦ હજારથી વધુ હોવાથી અહીયા તમામ એનઆરઆઈ આવી પહોંચવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાઉડી કાર્યક્રમમાં  ઉપસ્થિત રહેવાની સાથે સાથે તેઓ સ્થાનિક વહેપારી પ્રતિનિધિ મંડળો સાથે પણ ચર્ચા વિચારણા કરવાના છે અને આ માટે તેઓ ભારતીય પ્રતિનિધિ મંડળને પણ સાથે લઈ ગયા છે.

અમેરિકામાં ચૂંટણી આવવાની હોવાથી એનઆરઆઈના મત ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે આ મત મેળવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે હાલ ભારતના રાજકારણમાં અને વિશ્વભરમાં ખૂબ જ જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ અમેરિકામાં યોજાય તે માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાન મોદીએ મંજુરી આપતા જ હાઉડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ટ્રમ્પ દ્વારા ભારતીયો માટે મોટી જાહેરાત કરવામાં આવે તેવી સંપૂર્ણ શકયતા છે જેના પગલે તમામની નજર આ કાર્યક્રમ પર મંડાયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.