Western Times News

Gujarati News

હરિયાણા – મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન

નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચીફ ઈલેક્શન કમીશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટણી તારીખોની જાહેરાત કરી હતી. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણામ. બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન રાખવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં 288 સીટ છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. હરિયાણા વિધાનસભામાં 90 સીટો છે અને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બર સુધી છે.

નોટિફિકેશન 27 સપ્ટેમ્બર
નામાંકનની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર
નામાંકનની સ્ક્રૂટીની 5 ઓક્ટોબર
નામ પરત લેવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર
મતદાન 21 ઓક્ટોબર
પરિણામ 24 ઓક્ટોબર

બંને રાજ્યોમાં ગઈ વખતે ચૂંટણીની જાહેરાત 20 સપ્ટેમ્બરે થઈ હતી. 15 ઓક્ટોબરે મતદાન થયું હતું. પરિણામ 19 ઓક્ટોબરે આવ્યા હતા. આ ચૂંટણી અનુચ્છેદ 370 અને ત્રણ કલાક ખતમ કર્યા પછી મોદી સરકારનો પહેલો ટેસ્ટ છે.

મહારાષ્ટ્રમાં 8.94 કરોડ અને હરિયાણામાં 1.28 કરોડ મતદારો ચીફ ઈલેક્શન કમીશનર સુનીલ અરોરાએ કહ્યું, હરિયાણામાં 1.28 કરોડ મતદારો ચે અને 1.3 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં 8.94 કરોડ મતદાર છે અને અહીં 1.8 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.