Western Times News

Gujarati News

રાહુલની કેપ્ટન ઈનિંગ્સથી પંજાબનો ૫ વિકેટે વિજય

દુબઈ, દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય કર્યો હતો. જે બાદ કોલકાતાની ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરના અંતે ૭ વિકેટ ગુમાવીને ૧૬૫ રન બનાવ્યા હતા. જે બાદ પંજાબ તરફથી કેપ્ટન કેએલ રાહુલે ૬૭ રનોની શાનદાર ઈનિંગ રમી હતી. અને શાહરૂખ ખાને સિક્સ મારીને પંજાબને જીત અપાવી હતી.

પંજાબની ટીમે ૧૯.૩ ઓવરમાં ૫ વિકેટના અંતે ૧૬૮ રન બનાવ્યા હતા. પંજાબની આ જીત સાથે પ્લે ઓફની રેસ પણ વધારે રોમાંચક બની ગઈ છે. આ જીત સાથે પંજાબ પોઈન્ટ ટેબલ પર પાંચમા સ્થાને આવી ગયું છે. ૧૬૫ રનનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમને કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરૂઆત અપાવી હતી. રાહુલ અને મયંક વચ્ચે ૭૦ રનોની પાર્ટનરશિપ થઈ હતી.

જાે કે, તે બાદ કોઈપણ બેટ્‌સમેને કેપ્ટન કેએલ રાહુલનો સાથ આપ્યો ન હતો. પણ કેપ્ટન રાહુલ અંતિમ ઓવર સુધી ટકી રહ્યો હતો. પણ ૧૯મી ઓવરના ચોથા બોલ પર કેએલ રાહુલ ૬૭ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ સમયે પંજાબને ૪ બોલમાં ૪ રનની જરૂર હતી.

રાહુલે ૫૫ બોલમાં ચાર ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૬૭ રન બનાવ્યા હતા. કેએલ રાહુલના આઉટ થયા બાદ શાહરૂખ ખાને સિક્સ ફટકારીને પંજાબને શાનદાર જીત અપાવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ માટે ઉતરેલી કોલકાતા ટીમની શરૂઆત નબળી થઈ હતી.

શુભમન ગિલ ફક્ત ૭ રન બનાવીન આઉટ થઈ ગયો હતો. જાે કે, વેંકટેશ ઐય્યરે આજે શાનદાર ઈનિંગ રમી હતી. તેણે ૪૯ બોલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૬૭ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ત્રિપાઠીએ ૩૪ રન અને નીતિશ રાણાએ ૩૧ રન બનાવ્યા હતા.

કેપ્ટન ઈયોન મોર્ગન માત્ર ૨ રને આઉટ થયો હતો. જ્યારે કાર્તિક ૧૧ રન, સીફર્ટ ૨ રન અને સુનીલ નારાયણ ૩ રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપને ૩ વિકેટ મળી હતી જ્યારે રવિ બિશ્નોઈને ૨ તો મોહમ્મદ શમીને ૧ વિકેટ મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.