Western Times News

Gujarati News

લેહમાં દુનિયાના સૌથી મોટા ખાદીના તિરંગાનુ અનાવરણ, 1400 કિલો છે વજન

લેહ, 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર લેહમાં હાથથી બનેલા દુનિયાના સૌથી મોટા ખાદીના તિરંગાનુ અનાવરણ કર્યુ. આ તિરંગાને લેહની જનસ્કાર પહાડી પર લગાવવામાં આવ્યો. આનુ વજન 1400 કિલો ગ્રામ છે. આની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 125 ફૂટ છે.

આ ધ્વજ ખાદી વિકાસ બોર્ડ અને મુંબઈની પ્રિન્ટિંગ કંપનીના સહયોગથી બનાવવામાં આવ્યો. ખાદીથી બનેલા આ તિરંગાનુ અનાવરણ સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે અને લદ્દાખના લેફ્ટિનન્ટ ગવર્નર આર કે માથુરે કર્યુ. આ ધ્વજ 8 ઓક્ટોબરે એરફોર્સ ડે પર હિંડન લઈ જવાશે.

આર્મી ચીફ જનરલ એમએમ નરવણે શુક્રવારે બે દિવસના પૂર્વી લદ્દાખ પ્રવાસ પર પહોંચ્યા. અહીં તેમણે વર્તમાન સુરક્ષા સ્થિતિ અને સંચાલન સંબંધી તૈયારીઓ વિશે જાણકારી આપી. એટલુ જ નહીં આર્મી ચીફે સેનાના જવાનોને પણ સંવાદ કર્યો અને તેમનો ઉત્સાહવર્ધન કર્યો.

આર્મી ચીફની આ યાત્રા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ગયા વર્ષે મે થી ભારત અને ચીનની વચ્ચે પૂર્વી લદ્દાખમાં સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ કેટલાક વાતચીત બાદ પણ હજુ પૂર્ણ રીતે ઉકેલ આવ્યો નથી.

ગયા વર્ષે 15 જૂને પૂર્વી લદ્દાખના ગલવાનમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા હતા જ્યારે ચીનના 40 સૈનિકોના મોતના સમાચાર સામે આવ્યા હતા જોકે ચીને હજુ સુધી સત્તાકીય આંકડા જારી કર્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.