Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીર : હાલ કસ્ટડીમાં લેવાયેલા ૩,૧૦૦ લોકો મુક્ત

Files photo

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં સ્થિતી હવે ધીમે ધીમે સામાન્ય બની રહી છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ અનેક નિયંત્રણ લાગી કરવામાં આવ્યા હતા. જા કે કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ હજુ પણ બની રહી છે સ્થિતીને સામાન્ય બનાવવા માટે વિવિધ પગલા લેવામા ંઆવ્યા છે. કાશ્મીરમાં ચાર હજાર લોકો પૈકી ૩૧૦૦ લોકો મુક્ત કરવામાં આવી ચુક્યા છે.

ડીજીપી દિલબાદ સિંહે કહ્યુ છે કે હવે તમામ પ્રતિબંધો દુર કરવામાં આવી ચુક્યા છે. સેના દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. ખીણમાં લાગુ કરવામાં આવેલા નિંયંત્રણો દુર કરી દેવામાં આવ્યા છે. હવે સ્થિતીસામાન્ય બની રહી છે. મોબાઇલ ઇન્ટરનેટનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. કેટલાક સંવેદનશીલ વિસ્તારોને બાદ કરતા તમામ જગ્યાએ નિયંત્રણો દુર કરી લેવામાં આવ્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પાંચમી ઓગષ્ટના દિવસે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ ચાર હજાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જેમાંથી ૩૧૦૦ મુક્ત કરી દેવામાં આવ્યા છે.

જે પૈકી મોટા ભાગના લોકોને સીઆરપીસીની કલમ ૧૦૭ હેઠળ પકડી લેવામાં આવ્યા હતા. ૨૩૦થી ૨૫૦ વચ્ચેના લોકોને પબ્લિક સેફ્ટી નિયમો હેઠળ પકડી લેવામાં આવ્યા હતા. આમાંથી મોટા ભાગના લોકોને જમ્મુ કાશ્મીરની બહારની જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.

જમ્મુ કાશ્મીરમાં Âસ્થતીને સામાન્ય બનાવવા માટે જુદા જુદા પગલા છેલ્લા કેટલાક સમયથી લેવામાં આવી રહ્યા છે કટ્ટરપંથીઓને કાબુમાં રાખવામાં આવી રહ્યા છે. ત્રાસવાદીઓ પર પણ સંપૂર્ણ કાબુ લેવામાં તંત્ર સફળ રહ્યુ છે. ત્રાસવાદી હુમલાને રોકવા માટે સેના દ્વારા તમામ જગ્યાએ તકેદારી વધારી દીધી છે. જમ્મુ કાશ્મીરના સ્થાનિક નેતાઓને પણ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જેમાં ફારૂખ , ઓર અબ્દુલ્લા, તેમજ સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.