Western Times News

Gujarati News

ચીનના સૈન્યમાં પાકિસ્તાની અધિકારીઓ નિમણૂંક કરવામાં આવી: ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે

બીજીંગ, પાકિસ્તાન અને ચીન મળીને ભારતને પડકારવાનું કાવતરું ઘડી રહ્યા છે. પાકિસ્તાને પીએલએમાં તેના અધિકારીઓને તૈનાત કર્યા છે.પીએલએ ચીનની સેના છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પાકિસ્તાને પીએલએના વેસ્ટર્ન અને સધર્ન કમાન્ડમાં મદદ માટે તેના અધિકારીઓને તૈનાત કર્યા છે. જાે કે, ભારતનું સંરક્ષણ મંત્રાલય સતત આ હરકતો પર નજર રાખી રહ્યું છે. શુક્રવારે આર્મી ચીફ એમએમ નરવણે પણ બે દિવસની મુલાકાતે લદ્દાખ પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચીનનો પશ્ચિમી કમાન્ડ લદ્દાખ ક્ષેત્રમાં છે અને દક્ષિણ કમાન્ડ તિબેટ ક્ષેત્રમાં છે. તિબેટ ઉપરાંત, સધર્ન થિયેટર કમાન્ડ પાસે હોંગકોંગ અને મકાઉ જેવા ચીનના વિશેષ વહીવટી વિસ્તારોની જવાબદારી છે.ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના કેટલાક કર્નલ-કક્ષાના અધિકારીઓને પીએલએના પશ્ચિમી અને દક્ષિણ કમાન્ડમાં મોકલવામાં આવ્યા હતા.

તેમને લડાઇ આયોજન, તાલીમ અને વ્યૂહરચનાની જવાબદારી સોંપવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ ચીને વેસ્ટર્ન કમાન્ડની જવાબદારી જનરલ વાંગ હેજિયાંગને સોંપી હતી. એટલું જ નહીં, પાકિસ્તાને ચીનના દૂતાવાસમાં તેના દસ લશ્કરી અધિકારીઓને પણ તૈનાત કર્યા છે. જાેકે, ચીનની મુખ્ય કચેરીઓમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓની તૈનાતીનો મૂળ હેતુ શું છે તે સ્પષ્ટ નથી.

એક મીડિયા અનુસાર, ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની સુરક્ષા માટે ૧૫,૦૦૦ સૈનિકોનું એકમ બનાવવામાં આવ્યું છે. જાેકે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને દેશોનો આ સંયુક્ત પ્રોજેક્ટ હાલમાં બંધ છે.

દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે લદ્દાખમાં જારી હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ચીને પૂર્વ લદ્દાખમાં મોટી સંખ્યામાં તૈનાતી વધારી છે. જાેકે સેના પ્રમુખે એમ પણ કહ્યું કે ભારત પણ તમામ સંકટ સામે લડવા તૈયાર છે. તેમણે ૧૩માં સ્તરની બેઠકમાં સ્થિતિ સુધરવાની આશા વ્યક્ત કરાઈ છે. સાથે તેમણે કહ્યું છે કે પાકિસ્તાન તરફથી ૨ વાર સીઝફાયરનો ભંગ થયો છે.

જનરલ નરવણેએ કહ્યું, ચીને આપણા પૂર્વ કમાન તથા પૂર્વ લદ્દાખ અને ઉત્તરી મોર્ચા પર ઘણી તૈનાતી કરી છે. અગ્રિમ મોર્ચા પર થયેલી તેમની તૈનાતી હકિકતમાં અમારી ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે અમે તેમની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ.

અમને મળતી માહિતીના આધાર પર અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે સૈનિકોમાં બરાબર વધારો કરી રહ્યા છે. જે કોઈ પણ સંકટનો સામનો કરવા માટે જરુરી છે.ભારત અને ચીની પક્ષની વચ્ચે સેન્ય અને રાજનાયિક સ્તરની બેઠક થઈ ચૂકી છે.

ઓક્ટોબરમાં બન્ને દેશોમાં ૧૩મી વાર ચર્ચા કરવા જઈ રહ્યા છે. જનરલ નરવણેએ કહ્યું કે ગત ૬ મહિનાની સ્થિતિ સામાન્ય છે. અમને આશા છે કે ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં બેઠક થવાની છે અને અમે આ સહમતિ પર પહોંચીશું કે ડિસઈગેજમેન્ટ કેવી રીતે થશે. તેમણે કહ્યું કે મારો દ્રઢ વિચાર છે કે અમે મતભેદોને વાતચીતથી દૂર કરી શકીએ છીએ. સેના પ્રમુખે કહ્યું કે મને આશા છે કે અમે લક્ષ્ય મેળવી શકીશું.

જનરલ નરવણેએ જાણકારી આપી છે કે પાકિસ્તાન સેના હાલના દિવસોમાં સીઝફાયર ભંગ કર્યો છે. તેમણે કહ્યું કે પાક સેના તરફતી ફેબ્રુઆરીથી લઈને જૂનના અંત સુધી સીઝફાયરનું ઉલંઘન નહોંતુ થયુ. પરંતુ બાદમાં ઘૂસણખોરીનો પ્રયાસ વધી ગયો. જેની મદદથી સીઝફાયરનું ઉલંઘનના માધ્યમથી કરી હતી. ૧૦ દિવસમાં ૨ વાર સીઝફાયરનું ઉલંઘન થયું છે. ફેબ્રુઆરીએ પહેલાવાળી સ્થિતિ પાછી આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.