Western Times News

Gujarati News

ઉમરગામ તાલુકાની ૩ર શાળાની ૬૪ વિદ્યાર્થીનીઓને રૂ.પ.૧ર લાખની માતબર રકમનું શિષ્યવૃત્તિ પેટે કરેલું વિતરણ

(પ્રતિનિધિ) વલસાડ, કોરોમંડલ ઈન્ટરનેશનલ લી. સરીગામ દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે હેતુસર સી.એસ.આર.માંથી દર વર્ષે કોરોમંડલ કન્યા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેના ભાગરૂપે ભંડારી સમાજ હોલ, સરીગામ ખાતે વન અને આદિજાતિ રાજયમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને સરીગામ વિસ્તારની ૩ર શાળાઓમાં અભ્યાસ કરતી ૬૪ જેટલી તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવી હતી.

આ અવસરે આદિજાતિ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહન મળે તે માટે સતત ચિંતા કરી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલી બનાવી છે. સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ, વિવિધ યોજનાઓ હેઠળ શિષ્યવૃત્તિ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. સી.એસ.આર. હેઠળ કંપનીને મળેલા નફાની બે ટકા રકમ જે તે વિસ્તારના વિકાસકાર્યોમાં ઉપયોગ માટે આપવાની હોય છે, જેના ભાગરૂપે કોરોમંડલ લી. દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી છે, જે અભિનંદનીય છે. કોરોમંડળ લી. દ્વારા સાયન્સ કોલેજમાં પ્રયોગશાળા માટે આપેલા સહયોગ, કલમ વિતરણ, હોસ્પિટલ શરૂ કરી આરોગ્ય સેવા આપવા સહિત સમાજના કાર્યો સાથે જાડાઈને વિવિધ સેવાકીય કામગીરી તથા શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના હેતુસર શિષ્યવૃત્તિ આપવાની કામગીરીની સરાહના કરી હતી. ગર્ભાવસ્થામાં બાળકનું યોગ્ય રીતે પોષણ મળે તે માટે કિશોરી યોજના હેઠળ પૌષ્ટિક આહાર લેવા અનુરોધ કર્યો હતો. †ીઓના રક્ષણ માટે વિવિધ કાયદાઓની જાગવાઈ કરવામાં આવી છે.

કોરોમંડલ લી.ના એચ.આર. હેડ અનિલ પ્રજાપતિએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કંપનીની કામગીરીની તેમજ શિક્ષણ, આરોગ્ય અને કોમ્યુનિટી ડેવલપમેન્ટ ક્ષેત્રે વિવિધ સી.એસ.આર. પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી. દીકરી ભણેલી હશે તો તે આખા સમાજને તારી શકે છે, આવી દીકરીઓ અધવચ્ચે શિક્ષણ છોડી ન દે, તે માટે મદદરૂપ થવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવે છે. કંપની દ્વારા ત્રણ શાળાઓ દત્તક લઈ ત્યાં અભ્યાસ કરતી દરેક વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કંપનીના સોશિયલ વાઈસ પ્રેસીડન્ટ હિમાંશુ શુકલાએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં કંપનીની કામગીરીની રૂપરેખા આપી શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. પ્રથમ ક્રમાંકે આવનારને પાંચ હજાર અને દ્વિતીય ક્રમાંકે આવનારને ત્રણ હજાર મળી ૬૪ વિદ્યાર્થીનીઓને કુલ રૂ.પ.૧ર લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી.
આ અવસરે નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી તેજલબેન, તાલુકા પ્રા. શિક્ષણાધિકારી પ્રિતીબેન, ડહેલીના ઉપસરપંચ દોલતભાઈ, કોરોમંડલ ઈન્ટરનેશનલ લી. ગ્રૂપના સ્ટાફગણ, શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીનીઓ, તેમના માતા-પિતા વગેરે ઉપસ્થિત રહયા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.