Western Times News

Gujarati News

લખીમપુર : વરુણ ગાંધીએ પીડિતના પરિવારજનોને ૧-૧ કરોડ આપવાની માંગ કરી

નવીદિલ્હી, લખીમપુર હિંસા પર યોગી સરકાર એક તરફ વિપક્ષના આકરા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તો હવે તેઓના સાંસદ વરુણ ગાંધીએ આ મામલામાં સીએમ યોગીને ચિઠ્ઠી લખીને અફસોસ વ્યક્ત કર્યો છે.

વરુણ ગાંધીએ આ ચિઠ્ઠીમાં પોતાના ટિ્‌વટર હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું કે લખીમપુર ખીરીના હચમચાવી દેનારી ઘટના બની છે જેમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છું. આ પ્રકરણમાં ઉત્તર પ્રદેશના મૃખ્યમંત્રીજીને કડક કાર્યવાહી કરવાનની અપીલ કરુ છું.

સીએમ યોગીને સંબોધિત ચીઠ્ઠીમાં વરુણ ગાંધીએ લખ્યું કે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના ર્નિદયતા પૂર્વક કચડી નાંખવાની ઘટનાથી સમગ્ર દેશના નાગરિકોમાં એક પીડા અને ગુસ્સો છે. આ ઘટનાથી એક દિવસ પહેલા દેશે અહિંસાના પુજારી મહાત્મ ગાંધીની જયંતિ મનાવી હતી. તેના બીજી જ દિવસે લખીમપુર ખીરીમાં આપણા અન્નદાતાઓની જે ઘટનાક્રમથી હત્યા કરવામાં આવી તે કોઈ સભ્ય સમાજમાં અક્ષમ્ય છે.

વરુણ ગાંધીએ વધુમાં લખ્યું છે કે આંદોલનકારી ખેડૂત ભાઈ આપણા નાગરિક છે. જાે આ કેટલાક મુદ્દાને લઈને ખેડૂત ભાઈ પીડિત છે અને પોતાના લોકતાંત્રિક અધિકારીઓ હેઠળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો આપણે બહું સંયમ અને ધૈર્ય સાથે કામ વર્તવુ જાેઈએ.

આપણે કોઈ પણ કિંમતમાં ખડૂતોની સાથે ફક્ત અને ફક્ત ગાંધીવાદી તથા લોકતાંત્રિક રીતે કાયદાના દાયરામાં જ સંવેદનશીલતાની સાથે વર્તવું જાેઈએ. આ ઘટનામાં શહીદ થયેલા ખેડૂત ભાઈઓને શ્રદ્ધાંજલિ આપતા તેમના પરિવારજનો પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરુ છું.

ભાજપ સાંસદે સીએમ યોગી પાસે માંગ કરી કે આ મામલામાં શંકાસ્પદ લોકોને તાત્કાલીક ચિન્હિંત કરી આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ હત્યાનો કેસ નોંધાવીને કડક પગલા ભરવા જાેઈએ. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ સીબીઆઈથી સુપ્રીમ કોર્ટના ઓબ્જર્વેશનમાં નિયત સમયમાં કરાવવી જાેઈએ. તેમણે પીડિતના પરિવારજનોને ૧-૧ કરોડ આપવાની માંગ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.