Western Times News

Gujarati News

લખીમપુર ખીરી હિંસાના વિરોધમાં એનએસયુઆઇના કાર્યકરોએ ચક્કાજામ કરતા અટકાયત કરવામાં આવી

રાજકોટ, લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના પડઘા હવે છેક ગુજરાત સુધી પડ્યાં છે. રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર એનએસયુઆઇના કાર્યકરો દ્વારા લખીમપુરમાં થયેલી હિંસાનો વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યકરોએ રોડ પર ભારે ચક્કાજામ કર્યો હતો જાે કે પોલીસે એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરી છે.એનએસયુઆઇએ એવી માંગ કરી છે કે, ઉત્તપ્રદેશના મુખ્યમંત્રી યોગી તેમજ પ્રધાન અજય મિશ્રા રાજીનામું આપે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં મૃત્યુઆંક ૯ એ પહોંચ્યો છે. તેની અસર દેશભરમાં થઇ છે.

એનએસયુઆઇના કાર્યકરોએ જણાવ્યું હતું કે ‘અંગ્રેજાેએ પણ આટલો અત્યાચાર કર્યો ન હતો કે જેટલો આ ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર ખેડૂતો પર કરી રહી છે.’ તેમણે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની પણ માંગ કરી હતી. કાર્યકરોએ કહ્યું હતું કે, ‘જે ખેડૂતો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને ૨-૨ કરોડ રૂપિયાની સહાય અપાવામાં આવે અને તેમના પરિવારને સરકારી નોકરી પણ આપવામાં આવે. ત્યાર બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી.

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જ યુપી સરકાર દ્વારા લખીમપુર હિંસામાં મૃતકના પરિવારજનોને સહાય આપવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

લખીમપુર ખીરીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે આખરે સમજૂતી સધાઇ ગઇ છે. જેમાં સરકાર તમામ મૃતક ખેડૂતોને રૂ. ૪૫-૪૫ લાખનું વળતર આપશે તેમજ ઘાયલોને ૧૦-૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ પણ થશે. તદુપરાંત પરિવારના ૧ સભ્યને સરકારી નોકરી પણ અપાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.