Western Times News

Gujarati News

મૃતકોના પરિવારોને દાવાના ૩૦ દિ’માં વળતરનો આદેશ

Files Photo

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાનું વળતર આપવા માટેના કેન્દ્ર સરકારના નિર્દેશને મંજૂરી આપી દીધી છે. કોર્ટના કહેવા પ્રમાણે મૃતકના પરિવારજનોને મળતું આ વળતર અન્ય કલ્યાણ યોજનાઓથી અલગ હશે. કોર્ટે સરકારને દાવાના ૩૦ દિવસની અંદર મૃતકના પરિવારને વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે. આ વળતર રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી આપવામાં આવશે.

જસ્ટિસ એમઆર શાહે સોમવારે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, મૃતકના પરિવારજનને ૫૦ હજાર રૂપિયાની રકમ ચુકવવામાં આવે અને તે કેન્દ્ર અને રાજ્ય દ્વારા વિવિધ પરોપકારી યોજનાઓ અંતર્ગત ચુકવવામાં આવતી રકમ કરતા વધારે હશે.

જસ્ટિસ શાહે જણાવ્યું કે, કોઈ પણ રાજ્ય એ આધાર પર ૫૦ હજાર રૂપિયાનો લાભ આપવા ઈન્કાર નહીં કરી શકે કે, મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુનું કારણ કોવિડ-૧૯ નથી. મૃત્યુનુ કારણ સુધારવા જિલ્લાધિકારી સુધારાત્મક પગલા ભરશે. જિલ્લા સ્તરીય સમિતિનું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવશે. આ ચુકવણી આપત્તિ રાહત ભંડોળમાંથી થશે અને વળતરની રકમની ચુકવણી આવેદનના ૩૦ દિવસની અંદર કરવાની રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.