Western Times News

Gujarati News

રાજયમાં દેહદાનના કુલ-૨૪૩૬૧ સંકલ્પ પત્રો એકત્રિત કરાયા

રાજયભરના ૧૫૦૧૦ વિવેકાનંદ યુવાકેન્દ્રોની સ્તુત્ય પ્રવૃત્તિ

રાજયના તમામ જિલ્લાઓના ૭૧૯૦૩ ગરીબ જરૂરિયાતમંદોને ૨૫૨૫૨ મા કાર્ડ અને ૪૬૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડનુ  વિતરણ કરાયું -નેત્રદાન, અંગદાન અને દેહદાનના કુલ-૨૪૩૬૧ સંકલ્પ પત્રો એકત્રિત કરાયા

રાજયભરના વિવેકાનંદ યુવા કેન્દ્રોના ઝોનલ સંયોજકો સાથે બેઠક યોજી તેમની કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રીશ્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ૧૭ સપ્ટેમ્બરના ઉજવાયેલા જન્મ દિવસને  રાજ્યભરના ૧૫૦૧૦ જેટલા સ્વામી વિવેકાનંદ યુવાકેન્દ્રોના યુવાઓએ ‘સેવા હી પરમો ધર્મ’ સૂત્ર સાથે ઉજવીને ૨૫૨૫૨ મા કાર્ડ અને ૪૬૬૫૧ આયુષ્યમાન ભારત કાર્ડ  વિતરણ દ્વારા ૭૧૯૦૩ ગરીબ જરૂરતમંદ વ્યક્તિઓ પરિવારોને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ મળે તે માટેનો  એક નવો  રાહ ચિંધ્યો છે.

એટલું જ નહિ જીવન બાદ પણ જીવનની સંકલ્પના સાકાર કરવા અંગદાન માટે લોકોને પ્રેરિત કરી નેત્રદાન, અંગદાન, દેહદાન માટેના ૨૪૩૬૧ સંકલ્પપત્રો પણ
મેળવ્યા છે.

મા અને આયુષ્યમાન ભારત  યોજનાના કાર્ડ વિતરણની સંખ્યામાં મુખ્યત્વે જિલ્લાઓની વિગતો જોઈએ તો સૌથી વધુ લાભાર્થીઓ બનાસકાંઠામાં આવરી લેવાયા છે. આ જિલ્લામાં ૨૨૦૨  મા કાર્ડ અને ૨૬૯૫ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા છે. સાબરકાંઠામાં આ સંખ્યા અનુક્રમે ૧૧૧૦ અને ૧૪૫૦ની તેમજ રાજકોટમાં ૨૦૯૯ મા કાર્ડ અને  ૨૮૩૩ અંગદાન સંકલ્પપત્રો થયા છે.

ખેડા જિલ્લામાં વિવેકાનંદ યુવા કેન્દ્રોના યુવાઓએ ૨૧૫૯ મા કાર્ડ અને ૨૯૩૫ આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કર્યાં છે. ભાવનગરમાં ૧૪૦૨ મા કાર્ડ અને ૧૧૧૨ આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ સુરેન્દ્રનગરમાં આ સંખ્યા ૧૭૮૮ અને ૩૦૪૨ની રહી છે. મુખ્યમંત્રીશ્રીએ   ઝોનલ કેન્દ્રોના યુવા સંયોજકો સાથે બેઠક યોજીને તેમના આ અભિનવ સેવા કાર્યને બિરદાવ્યું હતું.

મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી  ગુજરાત રાજ્ય  યુવક બોર્ડના માધ્યમ દ્વારા યુવા શક્તિને રચનાત્મક માર્ગે વાળી આવતીકાલના સક્ષમ રાષ્ટ્રના ઘડતરના આધાર બનાવવા  રાજ્યના ૩૩ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોની રચના કરવામાં આવી છે. રાજ્યભરમાં આવા ૧૫૦૧૦ સક્રિય યુવા કેન્દ્રો કાર્યરત છે.

યુવા કેન્દ્રની બહુવિધ પ્રવૃત્તિ  તહેત સરકારની યોજનાઓની માહિતી અને લાભ તથા સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ યુવા કેન્દ્રોના યુવાઓ આવનારા દિવસોમાં  સૌર ઊર્જાના મહત્તમ ઉપયોગ માટેની સોલાર રુફ્ટોપ યોજનાના વ્યાપક પ્રસાર સહિત પોષણ અભિયાન અને લોકોના પ્રશ્નોના ઘર આંગણે નિવારણના ઉપક્રમ સેવસેતુ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં  યોગદાન  આપવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.