Western Times News

Gujarati News

AMCએ ઘરે ઘરે જઈને રસીકરણ અભિયાન શરૂ કર્યું

અમદાવાદ, જાે તમે હજુ પણ કોરોના સામે લડવા વેક્સીનનો ડોઝ ન લીધો હોય તો તમારી સરળતા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે સોસાયટીમાં પહોંચી વેક્સીનેશન આપવાનું અભિયાન શરૂ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ વેક્સીન લેવાથી વંચિત ન રહી જાય તે માટે એએમસીની મેડીકલની ટીમો સોસાયટીમાં જઇ વેક્સીન આપી રહી છે.

કોરોનાને હરાવવા વેક્સીન એક માત્ર સંજીવની સમાન છે. જાે કોરોનાને હરાવવો હશે તો વેક્સીન લેવી જરૂરી છે તેવી અનેક જાહેરાતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી હતી. જે બાદમાં એએમટીએસ, બીઆરટીએસ જાહેર સ્થળો પર જવું હોય તો વેક્સીનના બંને ડોઝ ફરજીયાત લીધા હોવા જાેઈએ એવો નિયમ પણ લાવવામાં આવ્યો છે.

જેનો ઉદેશ્ય વધુમાં વધુ લોકો ફટાફટ વેક્સીન લઈ લે તેવો છે. એવામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગએ લોકોના ઘર સુધી વેક્સીનેશન અભિયાન શરૂ કર્યુ છે.

આ અંગે ચંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઑફિસર ડૉક્ટર રજનીકાંત કોન્ટ્રાક્ટર જણાવે છે કે, જે લોકો કોઈ કારણસર વેક્સીન લેવા માટે હેલ્થ સેન્ટર પર આવવા માંગતા ન હોય કે પછી અન્ય કોઈ કારણ હોય તો તેના માટે સોસાયટીમાં વેક્સીનેશન કેમ્પ પણ ચાલુ કર્યા છે. જેથી વધુને વધુ લોકો વેક્સીનેટ થઈ શકે.

આ ઉપરાંત ઘણી કન્સ્ટ્રકશન સાઈટ કે એવી ફેક્ટરી જ્યાંથી કારીગરો વેક્સીન લેવા નથી આવી શકતા તો તેઓને પણ વેક્સીન આપવા માટે વ્યવસ્થા કરાઈ છે. વેક્સીન માત્ર વ્યક્તિ માટે નહીં તેના પરિવાર અને સમાજ માટે સેફટી રૂપ છે. જેથી વેક્સીન લેવા અપીલ તબીબો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આમ તો કોરોના સામે અમદાવાદ સહિત રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક રસીકરણ થયું છે. અગાઉ એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર પણ લોકોને વેક્સીન આપવાની કામગીરી કરાઈ હતી. ત્યારે ફરી એકવાર લોકોને વેક્સીન માટે જાગૃત કરવા અને વેક્સીનેટ કરવા હવે એએમસીએ ઘરે ઘરે વેક્સીન અભિયાનનો વ્યૂહ અપનાવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.