Western Times News

Gujarati News

અમદાવાદની સોલા સિવિલમાંથી ૧૭ વર્ષની તરૂણી ગુમ થતા ચકચાર

Files Photo

અમદાવાદ, સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીના અપહરણની ઘટના હાલમાં જ બની હતી. જાે કે આ ઘટનાના ૧ જ મહિના બાદ હોસ્પિટલમાંથી એક સગીરાનું અપહરણ થઇ જતા પોલીસ દોડતી થઇ છે. વિરગામમાં રહેતી અને સાડા સતર વર્ષની અનુ નામની તરૂણીને ડાયાબિટીસ વધી જતા ૨૭ સપ્ટેમ્બરે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

૨૮ સપ્ટેમ્બરે માતા કોકીલાબેન ટિફિન લઇને વોર્ડમાં આવ્યા અને જાેયું તો તેમની દીકરી પથારીમાં નહોતી. જેના પગલે પોલીસનો સંપર્ક કરાતા સોલા હાઇકોર્ટ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા બાળકીના અપહરણની ઘટના પણ સોલા સિવિલ પોલીસ માટે પડકાર સાબિત થઇ હતી.

જાે કે આ ઘટનામાં પણ સગીરા હોસ્પિટલનાં સીસીટીવીમાં ક્યાંય દેખાતી નથી. જેના પગલે પોલીસે આ ઘટનામાં પણ હોસ્પિટલની બહારના સીસીટીવી ફૂટેજના આધારે સગીરાની ભાળ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ બાળકી ખોવાઇ તેને પણ સીસીટીવી સર્વેલન્સના આધારે ભારે મહેનત બાદ શોધી કાઢવામાં આવી હતી. અપહરણ કરનાર મહિલાની પણ ધરપકડ કરી હતી.

જાે કે હાલ પોલીસ માત્ર અપહરણના એન્ગલ પર તપાસ નથી કરી રહી. તરૂણીના કોલ ડિટેઇલ પણ મંગાવવામાં આવી છે. પ્રેમ પ્રકરણના એન્ગલથી પણ તપાસ ચલાવી રહી છે. જાે કે હાલ પ્રાથમિક તબક્કે તરૂણી મળે તેવા પ્રયાસો પોલીસે હાથ ધર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તરૂણી ડાયાબિટીસથી પીડિત હોવાથી તેને અહીં દાખલ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.