Western Times News

Gujarati News

ધુમ્રપાન કરનારને કેન્સર થાય તો પણ મેડીકલેમ નકારી શકાય નહી

સિગારેટ પીવાથી જ કેન્સર થયુ છે તેવા કોઈ સીધા તબીબી પુરાવા નથી: ગ્રાહક અદાલતનો ચુકાદો

અમદાવાદ, સિગારેટના પેક પર ભલે કાનુની ચેતવણી તરીકે સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને તે સાથે ફેફસાના કેન્સર ચિત્રો પણ મુકાય છે પણ જાે તમોને સિગારેટ પીવાથી કેન્સર થાય તો મેડીકલેમનો ઈન્કાર થઈ શકતો નથી.

હાલમાં જ એક ગ્રાહક અદાલતે મેડીકલેમ ધરાવનાર વ્યક્તિને કેન્સરની સારવારનો જે ખર્ચ થયો તે પોલીસીની શરતો મુજબ ચુકાવવા આદેશ આપ્યો હતો અને જણાવ્યું કે વિમા કંપનીએ ભુમિકા પર કલેમ નકારી શકે નહી કે પોલીસી ધારક ચેઈન સ્મોકર છે તેથી તેને કેન્સર થાય તો વિમા છત્ર મળે નહી.

કારણ કે તે જાણતા હતા કે સિગારેટ પીવાથી કેન્સર થાય છે પણ ગ્રાહક અદાલતે દલીલ નકારી કે પોલીસી ધારકને કેન્સર થયુ છે તે ધુમ્રપાનની આદતથી જ થયું છે તેમાં કોઈ પુરાવા નથી. અમદાવાદના થલતેજના એક રહેવાસી આલોકકુમાર બેનરજી નો આ કલેમ હતો.

તેઓને ફેફસાના કેન્સરનું નિદાન થયા બાદ ર૦૧૪માં વેદાતો ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં ટ્રીટમેન્ટ બિલ અને રૂા.૯૩ર૯૭નું બિલ આવ્યું હતું પણ બિલ કંપનીએ કલેમ એવો નકાર્યો કે તે ચેઈન સ્મોકર્સ હતા. જાેકે આ બાદ બેનરજીનું મૃત્યુ થયું પણ તેમના પત્નીએ વિમા કંપની સામે ર૦૧૬માં ગ્રાહક અદાલતમાં ઘા નાખી હતી.

ગ્રાહક અદાલતે કેસ પેપર્સ તપાસીને કહ્યું કે મૃતકને ધુમ્રપાનથી કેન્સર થયું તે દર્શાવતા કોઈ તબીબી પુરાવા નથી. ડિસ્ચાર્જ પેપર્સમાં કેન્સર બતાવાયું છે પણ તેની સાથે કોઈ એવા દસ્તાવેજાે જાેડાયા નથી અને કોઈ પેપર્સ દર્શાવતા નથી કે તેમનું કેન્સર સિગારેટ પીવાથી થયું છે.

ફોરમ સમક્ષ તબીબી પેનલે એવું મંતવ્ય વ્યકત કર્યું કે જેઓ ધુમ્રપાન કરે છે તેઓને ફેફસાના કેન્સર થવાની શકયતા ધુમ્રપાન નહી કરનાર કરતા ર૬ ગણી વધી જાય છે પણ આ એક અભિપ્રાય છે તેની પાછળ કોઈ તબીબી સ્થિતિ નિશ્ચિત કરતા પુરાવા નથી અને આ કલેમ માટે દાવેદારને કેન્સર માટે ધુમ્રપાનનું કારણના કોઈ તબીબી તારણ નથી. (એન.આર.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.