Western Times News

Gujarati News

20 હજાર પર દોઢ લાખ રૂપિયા વ્યાજ વસૂલતા હતા વ્યાજખોરો

પ્રતિકાત્મક

અમદાવાદ, માત્ર ૨૦,૦૦૦ રૂપિયાની સામે દોઢ લાખ રૂપિયા જેટલં વ્યાજ વસૂલનાર વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરતાં પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યાે છે. નોકરી કરતા આધેડ પાસેથી વ્યાજખોરોએ એક જ વર્ષમાં દોઢ લાખ કરતાં વધુનું વ્યાજ વસૂલ કર્યું હતું અને બીજા ૪૦,૦૦૦ની ઉઘરાણી કરતા હતા.

મણિનગર વિસ્તારમાં આવેલા નીલકમલ એપાર્ટમેન્ટમાં રહેતા આશિષભાઈ દોશીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર ગૌરવ ચૌહાણ, સૌરવ ચૌહાણ, અજય ઉર્ફે કાન્ચો ભદોરિયા, તેમજ શરદ કારડે સહિત સાત લોકો વિરૂદ્ધ વ્યાજખોરી તેમજ મારામારીની ફરિયાદ કરી છે. આશિષભાઈ વટવા ખાતે આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરે છે.

વર્ષ ૨૦૧૯માં આશિષભાઈ અને તેમના મિત્ર કેતનભાઈ ભાગીદારીમાં કાર ખરીદીને લાવ્યા હતા. જેને એરપોર્ટ ઉપર ધંધાર્થે મૂકી હતી. કારના હપતા સમયસર આશિષભાઈ ભરી નહીં શકતા તેઓ આર્થિક રીતે તૂટી ગયા હતા.

વર્ષ ૨૦૧૮માં કેતનભાઈએ ખોખરા ખાતે આશિષભાઈની મુલાકાત ગૌરવ ચૌહાણ સાથે કરાવી હતી અને ૨૦,૦૦૦ રૂપિયા વ્યાજે આપવાની વાત કરી હતી. ગૌરવે બે દિવસ બાદ ઓળખ પુરાવા લઈને ખોખરા બોલાવ્યા હતા. બે દિવસ બાદ ગૌરવ ચૌહાણે આશિષભાઈને ૨૦,૦૦૦ રૂપિયા વ્યાજે આપ્યા હતા.

જેમાં ૧,૦૦૦ રૂપિયા ફાઈલ ચાર્જ તથા ૫૦૦ રૂપિયા એડવાન્સ હપતો કાપી લીધો હતા. આશિષભાઈ ગૌરવને ડેઈલી કલેક્શન પેટે દરરોજના ૫૦૦ રૂપિયા ચૂકવતા હતા અને જાે હપતો આપવાનો ચૂકી જાય તો ૫૦૦ રૂપિયા પેનલ્ટી ગૌરવ વસૂલતો હતો. પેનલ્ટી અને વ્યાજ વધી જતાં આશિષભાઈએ તેને દોઢ લાખ રૂપિયા મૂડી સાથે આપી દીધા હતા.

ગૌરવની ઓફિસમાં રૂપિયા આપી દીધા બાદ પણ તેમને ૪૦,૦૦૦ રૂપિયા લેવાના નીકળે છે તેમ કહીને ધમકી આપી હતી અને ગૌરવ, સૌરવ, અજય શરદ અને અન્ય બે શખ્સોએ આશિષભાઈને માર માર્યાે હતો. આશિષભાઈ ત્યાંથી ાગી ગયા હતા

પરંતુ વ્યાજખોરોની ઉઘરાણી ચાલુ રહેતાં તેમણે ૪૦,૦૦૦ રૂપિયા ગૂગલ પે કરી દીધઆ હતા. તે છતાં વ્યાજખોરોનો આતંક યથાવત રહેતાં અંતે તેમણે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.