Western Times News

Gujarati News

પેટલાદ ભાજપમાં વિડીયોથી ખળભળાટ

પાલિકાનું કામકાજ રાબેતા મુજબ
પાલિકાના ઉપપ્રમુખના આકસ્મિક અવસાન બાદ તે દિવસે પાલિકાનું કામકાજ રાબેતા મુજબ જ ચાલુ રહ્યું હોવાની વાત પણ ચર્ચાસ્પદ બનવા પામી હતી. જાે કે આ અંગે પાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડ્‌ન્ટે જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી આવી કોઈ ઘટના સંદર્ભે રજા રાખવામાં આવતી નથી.

પેટલાદ, પેટલાદ ભાજપના એક કાઉન્સીલરના પુત્રનો એક વિડીયો થોડા દિવસો અગાઉ વાયરલ થયો હતો. જેને કારણે પેટલાદ ભાજપ તથા પાલિકામાં તે મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. એ વિડિયોની ચર્ચા હજી બંધ થઈ નથી ત્યાં આજે બીજાે એક વિડિયો ભાજપના કાર્યકર્તા દ્વારા આવવાથી પેટલાદ ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિડીયો દ્વારા તળપદા સમાજની લાગણીઓ દુભાઈ હોવાની વાત બહાર આવવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકામાં ગત સામાન્ય ચૂંટણી બાદ સત્તા સ્થાને સ્પષ્ટ બહુમત સાથે ભાજપ આવ્યું હતું. જેમાં ઉપપ્રમુખ તરીકે વોર્ડ નં ૧ના કાઉન્સિલર ગોવિંદભાઈ તળપદાની વરણી થઈ હતી. ગોવિંદભાઈની ભાજપના કાઉન્સિલર તરીકે આ ત્રીજી ટર્મ પાલિકામાં હતી.

તેઓ તળપદા સમાજ અને પોતાના વોર્ડ માટે કાયમ જાગૃત હતા. આ ગોવિંદભાઈનું ગત અઠવાડિયે માંદગી બાદ અવસાન થયું હતું. જેઓનું બેસણું તા.૩ ઓક્ટોબરને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ ખોડિયાર મંદિર ખાતે રાખવામાં આવ્યું હતું. આ સમયે જ ભાજપ દ્વારા બીજાે એક કાર્યક્રમ રેડક્રોસ ખાતે રાખવામાં આવ્યો હતો.

જેને કારણે તળપદા સમાજના કેટલાક આગેવાનોને ભારે દુઃખ થયું હોવાનું જાણવા મળે છે. આ દુઃખની લાગણીઓ રજૂ કરતો એક વિડીયો આજરોજ વાયરલ થયો છે. પેટલાદના મલાવભાગોળ રહેતા ચીમનભાઈ તળપદાએ પોતાના વિડિયો દ્વારા જણાવ્યું હતું કે સ્વ ગોવિંદભાઈ તળપદા નગરપાલિકામાં ઉપપ્રમુખ હતા. તેઓએ આખી જીંદગી ભાજપ માટે ઘસી નાંખી.

છતાં તેઓના બેસણાના દિવસે એ જ સમયે ભાજપ દ્વારા સમાંતર કાર્યક્રમ રાખ્યો. શું આ કાર્યક્રમ અન્ય દિવસે ના થઈ શક્યો હોત ? પાર્ટીના હોદ્દેદારોએ કેમ ના વિચાર્યું ? પેટલાદ ભાજપના હોદ્દેદારોને શરમ આવવી જાેઈએ. ભલે અત્યારસુધીના વિચાર્યું પણ આવા સમયે તો પાર્ટીએ વિચારવું જાેઈએ ને ?

આ અમારા તળપદા સમાજનું અપમાન છે. આ અંગે તેઓનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે હું પોતે ભાજપનો વીસ વર્ષથી કાર્યકર છું. સ્વ. ગોવિંદભાઈના બેસણાના સમયે પાર્ટીએ અન્ય કાર્યક્રમનું આયોજન કર્યું તેનાથી ભારોભાર મનદુઃખ છે. તે જ સમયે બીજાે કાર્યક્રમ રાખી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ભેગા કરવાનો શું અર્થ સમજવો ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.