Western Times News

Gujarati News

ફ્લિપકાર્ટ “બિલ બિલિયન ડેઝ સ્પેશિયલ”ની સાથે પાછું આવી ગયું છે

બેંગ્લુરુ- ફ્લિપકાર્ટ ભારતની હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ, આ વર્ષે તેના બિગ બિલિયન ડેઝને વધુ ખાસ બનાવી રહી છે, તેના માટે તે આજની તારીખની ‘બિલ બિલિયન ડેઝ સ્પેશિયલ્સ’ની સૌથી વિશાળ રેન્જને રજૂ કરી રહ્યું છે. આ અલગ જ પ્રકારની પ્રોડક્ટ્સએ 3જીથી 10મી ઓક્ટોબર સુધી ચાલનારા ધ બિગ બિલિયન ડેઝની 8મી આવૃતિ જે બોટ- ભારતની અગ્રણી ઓડિયો અને ટેકબ્રાન્ડથી પાવર્ડ છે, તેમાં પ્રાપ્ય બનશે.

બિગ બિલિયન ડેઝ સ્પેશિયલ રેન્જમાં 120 પ્રોડક્ટ્સની એક પ્રસિદ્ધ શ્રેણી છે, જે અગ્રણી બ્રાન્ડ્સ, એનજીઓ અને બોલિવૂડ સેલિબ્રિટીની સાથે સંયોજનમાં તૈયાર કરવામાં આવી છે, જેમાં મર્યાદિત આવૃતિ તથા શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન પ્રથમ વખત પ્રાપ્ય હોય તેવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

2019માં ધ બિગ બિલિયન ડેઝની આવૃતિ વખતે આ ‘સ્પેશિયલ’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ ગણો ઉછાળો જોવા મળ્યો છે અને આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી રજૂઆતને પણ આવરી લે છે. ફ્લિપકાર્ટએ તેના ઇકોસિસ્ટમ્સને સતત મજબુત કરવા ઈચ્છે છે અને તે બ્રાન્ડ્સ તથા ગ્રાહકોને એકબીજાની વધુ નજીક લાવે છે.

ધ બિલ બિલિયન ડેઝની પાછળનો વિચાર એવો હતો કે, ખાસ પ્રોડક્ટ્સ તૈયાર કરવી, જે ઉદ્યોગમાં સંપૂર્ણપણે નવી હોય અને ખાસ પ્રોડક્ટ્સ હોય, જે ગ્રાહકોના ખરીદીના અનુભવને યાદગાર બનાવશે. ખાસ તો આ તહેવારોની સિઝન દરમિયાન. બિગ બિલિયન ડેઝ સ્પેશિયલમાં ગ્રાહકોને આ વર્ષે નીચેની બાબતોનું એક્સેસ મળશે:

·         ધોનીનું સેવન- એમએસ ધોનીની નવી ઓટોગ્રાફ રેન્જ

·         સુક્કી દ્વારા કરિશ્મા કપૂરના હાથે રજૂ થયેલું એક જ્વેલરી ગિફ્ટ બોક્સની રજૂઆત

·         વિરાટ કોહલીની ખા એડિશન ઓટોગ્રાફ વોલેટ- રોંગ્ન

·         પુમાનું 1ડર- કેએલ રાહુલના સહયોગથી રજૂ કરવામાં આવેલી નવી એથ્લેસ્યોર બ્રાન્ડ

·         સાઉન્ડકોર- લાઈફ નોટ ઇ, સાઇના નેહવાલની એક મર્યાદિત આવૃતિ

·         લોમેન- ડિઝાઈનર રોકી એસ દ્વારા રજૂ એક એક્સક્લુઝિવ “ધ સ્ટાર કલેક્શન” રેન્જ

·         બોલ્ટ ઓડિયો સોલપોડ્સ- વિકી કૌશલના વોઈસ કમાન્ડની સાથે

·         રોંગ્ન એક્ટિવ- એબી ડી વિલિયર્સની સાથે સંયોજનમાં રજૂ કરવામાં આવેલી નવી ફૂટવેર બ્રાન્ડ

·         મેડબરી ફ્લેવર ફેસ્ટ- 2 નવા ફ્લેવર્સ (ચીલી ઓરેન્જ અને ગુલાબ-એ-ખાસ)ની સાથે

નંદિતા સિંહા- વાઈસ પ્રેસિડેન્ટ, ઇવેન્ટ્સ, એંગેજમેન્ટ અને મર્કેન્ડાઈસિંગ ફ્લિપકાર્ટ ખાતે કહે છે, “બિગ બિલિયન ડેઝ એ એક એવો શોપિંગ ફેસ્ટિવલ છે, દર વર્ષે સમગ્ર દેશ જેની રાહ જોતો હોય છે અ અમે અમારા બધા પાર્ટનર્સ, વેચાણકર્તા અને ગ્રાહકો માટે વધુ મોટું અને વધુ સારું કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.

2019માં બિગ બિલિયન ડેઝ સ્પેશિયલની ખાસ રજૂઆતનીસ થે, આ વખતે તો તે સૌથી પ્રસિદ્ધ ઓફરિંગમાંની એક તરીકે ઉભરી આવ્યું છે. અમને અમારી ભાગીદારી તથા સ્પેશિયલ એડિશન પ્રોડક્ટ્સ પર વિશ્વાસ છે કે, તે અમારા નવા ગ્રાહકોને ઓનબોર્ડ લાવવામાં મદદરૂપ થશે અને અમારી પાર્ટનર બ્રાન્ડ્સ માટે પણ ઝડપી વૃદ્ધિનો ચાર્ટ બનાવશે.

સ્પેશિયલ એડિશન માટે 120થી પણ વધુ બ્રાન્ડ્સની સાથેની અમારી ભાગીદારી અને સહયોગની સાથે આ વર્ષે અમે એક વઇશાળ ઓફરિંગની ઉજવણી કરી રહ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે, આ રેન્જએ સમગ્ર દેશના લોકોના તહેવારોને વધુ ખાસ બનાવશે.”

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સ્પેશિયલ માટે રોંગ્નની સાથે સહયોગ અંગે તેનો અનુભવ જણાવતા, પ્રસિદ્ધ દક્ષિણ આફ્રિકન ક્રિકેટર એબી ડિ વિલિયર્સ કહે છે, “વ્યક્તિગત રીતે રોંગ્ન મૂવએ મારા માટે ખાસ છે. રોંગ્નની સાથે મારા સર્વપ્રથમ એક્ટિવ ફૂટવેરનું કલેક્શન રજૂ કરતા હું ખૂબ જ ઉત્સાહિત છું.

એક્ટિવવેર રેન્જએ રનિંગ, જોગિંગ, જીમિંગ કે સ્પોર્ટિંગ દરમિયાન સરળતા માટે રજૂ કરવામાં આવ્યા છે. આ કલેક્શન સમગ્ર દેશના ગ્રાહકો માટે ફ્લિપકાર્ટ પર તેની રજૂઆતથી જ પ્રાપ્ય બન્યું છે, જે ભારતનું મહત્વનું ઓનલાઈન શોપિંગ સ્થળ છે.”

‘પુમાના 1ડર” કલેક્શન, જે ફ્લિપકાર્ટ પર પ્રાપ્ય છે, તે અંગે કેએલ રાહુલ કહે છે, “હું પુમાની સાથે મારી એથ્લેસ્યોર રેન્જ 1ડરને ફ્લિપકાર્ટ પર રજૂ કરતા અત્યંત ઉત્સાહિત છું. આ બ્રાન્ડએ મારું એક્સટેંશન છે અને ગલીઓમાં રમાતી બધી રમતો પ્રત્યેનો મારો પ્રેમ છે.

1 ડર તૈયાર કરવાનો સૌથી અદ્દભુત હિસ્સો હતો કે તેને મને નવા લોકોને મળવાનો મોકો આપ્યો તેમાંથી મોટાભાગનાએ મારી ક્રિએટિવિટી બતાવવાનો મોકો આપ્યો છે. બીબીડીએ સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ છે અને ગ્રાહકોના મનમાં તેને એક અલગ જ સ્થાન બનાવ્યું છે. બીબીડી આસપાસનો શોરએ 1ડરની રજૂઆત માટે સંપૂર્ણપણે યોગ્ય સમય છે અને હું આશા રાખું છું કે, તે કરોડો ફેશનપ્રેમી યુવા ગ્રાહકો સુધી પહોંચશે.”

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સ્પેશિયલ માટે સાઉન્ડકોરની સાથે તેના સંયોજન વિશે બેડમિન્ટન રમતવીર સાઈના નેહવાલ કહે છે, “હું મારી પ્રથમ સિગ્નેચર ઓડિયો કલેક્શનને રજૂ કરતા અત્યંત ઉત્સાહિત છું, જે ભારતની સૌથી ચહિતી ઓડિયો બ્રાન્ડ- સાઉન્ડકોરની સાથે છે, જે એન્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રોડક્ટ્સ લાઈફ નોટ ઇએ આજની પેઢીની જરૂરિયાતને સંબોધે છે. તેમાં એક નવીનતમ અને અદ્દભુત પાવર-પેક્ડ ફિચર છે, સાથોસાથ સ્ટાઈલમાં પણ કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. વ્યાજબી તથા ટેકનીકલ રીતે ભારે એવી સાઉન્ડકોર સાથેની આ પ્રોડક્ટ એ ઉદ્યોગ માટે એક ગેમ-ચેન્જર બની રહેશે. ફ્લિપકાર્ટ આ પ્રોડક્ટ રજૂ થઈ રહી છે, તે જોરદાર છે, કેમકે ફ્લિપકાર્ટએ સૌથી પસંદગીનું શોપિંગ સ્થળ છે, જે ભારતના દરેક ખૂણે પહોંચવામાં મદદ કરશે.”

ફ્લિપકાર્ટ ડેટા-ડ્રિવન ઇનસાઈટ્સ અને ગ્રાહકોને કઈ રીતે તેની અનન્ય પ્રોડક્ટ્સને ઇચ્છે છે, તેની ઉંડાણપૂર્વકની સમજ ધરાવે છે, તથા યોગ્ય મૂલ્યની સાથે તેમની જરૂરિયાત અને અપેક્ષાને સંતોષે છે. ધ બિગ બિલિયન ડેઝએ એ ભારતની તહેવારોની સિઝનનું સમાનાર્થી છે અને બિગ બિલિયન ડેઝ સ્પેશિયલ જેવી ઓફરિંગ્સની સાથે, ફ્લિપકાર્ટએ ભારતની તહેવારોની ખરીદી તરફના વલણને પણ બદલાવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.