Western Times News

Gujarati News

હિમાચલ પ્રદેશ લાહૌલ સ્પીતિમાં જિલ્લા પરિષદ ચૂંટણીમાં કોંગ્રેસને ૧૦માંથી ૬ સીટ

શિમલા, હિમાચલ પ્રદેશમાં થનારી પેટા ચૂંટણી પહેલા ભાજપા માટે માઠા સમાચાર છે. જનજાતીય જિલ્લા લાહૌલ સ્પીતિમાં જિલ્લા પરિષદ ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોએ લીડ મેળવી છે. આ વિસ્તાર રાજ્યના ટેક્નિકલ શિક્ષા મંત્રી ડૉ. રામલાલ માર્કંડેયનો ગૃહ જિલ્લો પણ છે. એવામાં ભાજપા માટે અહીંના પરિણામો આવનારા સમયમાં સમીકરણ બગાડી શકે છે.

૧૦ વોર્ડમાં ચૂંટણી પરિણામ કોંગ્રેસથી સંબંધિત ઉમેદવારોના પક્ષમાં રહ્યા છે. જ્યાં કોંગ્રેસ સમર્થિત ૬ ઉમેદવારોની જીત થઇ છે, જ્યારે ભાજપા સમર્થિત માત્ર ૪ ઉમેદવારો જીત્યા. લાહૌલ સ્પીતિ મંડી સંસદીય સીટનો જ હિસ્સો છે.

અહીંના સમીકરણ મંડીમાં ભાજપા ઉમેદવાર પર ભારે ન પડી જાય. જિલ્લા પરિષદ જેવી અગત્યની ચૂંટણીમાં ભાજપાનું પટકાવું આવનારી પેટા ચૂંટણી માટે સારા સંકેત નથી. લાહૌલ સ્પીતિમાં હવે કોંગ્રેસ સમર્થિત ઉમેદવાર જ જિલ્લા પરિષદનો અધ્યક્ષ બનશે.

જિલ્લા પરિષદની ચૂંટણી હાલમાં જ સંપન્ન થઇ છે. જેમાં લાહૌલ વેલીના ૭ અને સ્પીતિના ૩ જિલ્લા પરિષદ વોર્ડના સભ્યો ચૂંટાયા. સ્પીતિના કાજા ઉપમંડળની ૩ સીટો પર ભાજપાએ કબ્જાે કર્યો. પણ લાહૌલ વેલીના ૭ વોર્ડમાંથી ભાજપાને માત્ર એક જ સીટ મળી છે.

૬ પર કોંગ્રેસે કબ્જાે કર્યો છે. ઉલ્લેખનીય છે કે જનજાતીય જિલ્લા લાહૌલ સ્પીતિમાં પંચાયતી રાજ ચૂંટણી માટે ૨૯ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરે મતદાન થયું હતું અને ત્યાર પછી ૪ ઓક્ટોબરે મતગણતરી થઇ.

હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી લાહૌલ સ્પીતિ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ડૉ. રામલાલ માર્કંડેયની સાખ પર પણ દાગ લાગ્યો છે. કારણ કે તે મંત્રી રહેતા પણ જિલ્લા પરિષદમાં બહુમત મેળવી શક્યા નહીં. એવામાં અહીં ભાજપાના જિલ્લાધિકારીઓની સાથે સાથે મંત્રીની પણ ઘણી કિરકિરી થઇ છે.

માટે મંડી લોકસભામાં થનારી પેટા ચૂંટણી માટે પણ હવે મંત્રીએ પોતાના જ ઉમેદવાર માટે વોટ લેવામાં ઘણી મહેનત કરવી પડશે.ચૂંટણી પરિણામો પછી હવે ઘાટીમાં જિલ્લા પરિષદ ચેરમેન અને ઉપ ચેરમેનના પદ માટે લોબિંગ શરૂ થઇ ગઇ છે. માટે કોંગ્રેસ પાર્ટી પણ પોતાની પાર્ટીથી સંબંધિત સભ્યોમાંથી જિલ્લા પરિષદના ચેરમેન અને વાઇસ ચેરમેન પદો માટે સમીકરણ બેસાડવામાં લાગી ગઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.