Western Times News

Gujarati News

મ્યુનિ. ફાયર વિભાગે શાળાઓ- મલ્ટીપ્લેક્સ સીલ કર્યાં

ફાયર એનઓસી મામલે તંત્રની કડક કાર્યવાહી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સુરતની તક્ષશીલા અને અમદાવાદની શ્રેય હોસ્પીટલ હોનારત બાદ ફાયર સેફટી મામલે ગુજરાત હાઈકોર્ટે આકરા વલણ અપનાવ્યા છે જેના પગલે અમદાવાદ મ્યુનિ. ફાયર વિભાગે છેલ્લા કેટલાક મહિનાથી કડક કાર્યવાહી શરૂ કરી છે હોસ્પીટલ, હોટેલ, શૈક્ષણિક સંસ્થા તેમજ અન્ય હાઈરાઈઝ બિલ્ડીંગો કે જયાં ફાયર સેફટી ફરજીયાત છે તેવી મિલકતોને નોટિસો આપવામાં આવી રહી છે તેમજ જે મિલ્કત ધારકો દ્વારા ફાયર એનઓસી રીન્યુ કરવામાં આવતી નથી તેવી મિલ્કતના પાણી- ડ્રેનેજના જાેડાણ કાપવા કે મિલ્કતો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગત મહિનામાં ૧પ કરતા વધુ હોટલો સીલ કરવામાં આવી હતી જયારે પ ઓકટોબરે સીનેમા ઘરો અને શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરી હતી.

શહેરમાં ફાયર એનઓસી નહીં ધરાવતા એકમો સામે મ્યુનિ. ફાયર બ્રિગેડે લાલઆંખ કરતાં, ફાયર વિભાગે ૯ શાળા અને ૭ મલ્ટિપ્લેક્સને સીલ લગાવી દીધા છે. ફાયર બ્રિગેડે થોડા દિવસ પહેલાં જ ક્લોઝર નોટિસો પાઠવી હોવા છતાં યોગ્ય પગલાં નહી લેતાં ફાયર બ્રિગેડે આજે સીલ કર્યાં હતાં.

ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટના જણાવ્યા મુજબ મંગળવારે ફાયર એનઓસીની સીલિંગ ઝુંબેશ હેઠળ ૭ મલ્ટિપ્લેક્સ-સિનેમાઘરોને સીલ કર્યા છે. રાજ્ય સરકારે જ્યારે ૬૦ ટકા ક્ષમતા સાથે થિયેટરો ખોલવા મંજૂરી આપી છે, ત્યારે યોગ્ય ફાયર સેફ્ટી સાથે થિયેટરો અને મલ્ટિપ્લેક્સ ફરી શરૂ થાય તે માટે ફાયર બ્રિગેડે યોગ્ય પગલાં લીધાં છે. નોંધનીય છેકે, ક્લોઝર નોટિસ બાદ પણ યોગ્ય પગલાં નહીં લેતી ૯ શાળાને મ્યુનિ.એ સીલ લગાવી દીધા છે.

શહેરમાં ૧૯૩૦થી વધુ હોસ્પિટલોએ ફાયરબ્રિગેડની લાલ આંખ બાદ સત્વરે ફાયર એનઓસી મેળવી લીધી છે. મ્યુનિ.માં નોંધાયેલી મોટાભાગની હોસ્પિટલે ફાયર એનઓસી મેળવી લીધું છે. સપ્ટેમ્બર મહિનામાં ર્મિચ મસાલા, ટોમેટો સહિત ૧૪ હોટલો સીલ કરવામાં આવી હતી તે તમામ હોટલ માલિકોએ ફાયર એનઓસી મેળવી લીધા છે.

શહેરમાં આવેલા ૩૦૦૦થી વધુ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી આવશ્યક છે. ત્યારે આગામી દિવસોમાં મ્યુનિ. કોમર્શિયલ બિલ્ડિંગો સામે પગલાં લે તેવી શક્યતા છે. આ ઉપરાંત શહેરના ૨૦૦૦થી વધુ રેસ્ટોરાં-હોટલો સામે પણ મ્યુનિ.આગામી દિવસોમાં પગલાં લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.