Western Times News

Gujarati News

એક જ દિવસે ભારતમાં 100થી વધુ સ્થળોએ વૃક્ષારોપણ

વરમોરા ગ્રુપ દ્વારા “વ્રુક્ષમોરા” કાર્યક્રમ જે પર્યાવરણ સંરક્ષણ અને જાળવણી માટેની પહેલ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ  એક જ દિવસે ભારતમાં ૧0૦ થી વધુ સ્થળોએ તથા ચીન, નેપાળ અને અન્ય દેશો માં “ગ્રીન કવર વધારવા અને શહેરી વનીકરણ” ને  પ્રોત્સાહન  ઉદેશ્ય સાથે યોજાયો.

આજે જયારે મનુષ્યોએ શહેરીકરણ અને વિકાસ તરફ આંધળી દોટ મૂકી છે અને આડેધડ વૃશોનો વિનાશ કરીને સમર્ગ પૃથ્વી માટે એક ચેતવણી રૂપ “ગ્લોબલ વોર્મિંગ” ની સમસ્યા સર્જી છે.

ગ્લોબલ વોર્મિંગ ની અસર ને હળવી કરવા તથા પર્યાવરણ ની જાળવણી માટે, વરમોરા ગ્રુપ દ્વારા વ્રુકશમોરા પ્રોજેક્ટ હેઠળ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ  એક જ દિવસે ભારતમાં ૧0૦ થી વધુ સ્થળોએ તથા ચીન, નેપાળ અને અન્ય દેશો માં “પ્લાન્ટ ફોર પ્લેનેટ, ગ્રીન કવર વધારવા અને શહેરી વનીકરણ ને  પ્રોત્સાહન  ઉદેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.

વૃક્ષમોરા નો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ઘટતા ગ્રીન કવર પ્રત્યે લોકો ની સંવેદનશીલતા લાવવી અને પ્લાન્ટ ફોર પ્લાનેટ તરફ તેમના વ્યક્તિગત રૂચી ને  કેળવવી કે જેથી ગ્રીન કવર વધે અને શહેરી વનીકરણને પ્રોત્સાહન મળે.

વ્રુક્ષમોરા પ્રોજેક્ટનું સર્જન ડો.ગીતિકા સલુજા દ્વારા કરવામાં આવ્યું છે,  કે જેઓ વરમોરા ગ્રુપના હેડ સેન્ટર ફોર એક્સેલન્સ છે અને અધ્યક્ષ ભાવેશ વર્મોરાના માર્ગદર્શન અને ભાવી દ્રષ્ટિકોણ ને સમજી ને તેને સમાજ અને કંપની ના વિકાસ ની દિશામાં આગળ ધપાવવા ના અથાગ પ્રયત્નો કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગર શહેર માં ૪ અલગ અલગ જગ્યાઓ એ વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન થયેલ હતું. આ પ્રોગ્રામ માં વરમોરા ગ્રુપ ટાઇલ્સ, બાથવેર, હોમવેર, ફર્નિચર વેર, સનશાઇન ફાસ્ટનર્સ, હેડ ઓફિસ, સેલ્સ ટીમ અને તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના સાથી મિત્રો ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આખી ઇવેન્ટ માં વરમોરા ગ્રુપ નું સમર્ગ મેનેજમેન્ટ અને ૫૦૦ થી વધુ કર્મચારીઓ એ  ડિસ્ટ્રિબ્યુટર ગ્રુપ, નાગરિકો, સામાજિક સંગઠન ના સભ્યો, શૈક્ષણિક સંસ્થાઓ ને સાથે જોડાવાની પ્રેરણા આપી હતી અને  કુલ ૧૦૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને ૧૦,૦૦૦ થી વધુ વૃક્ષો વાવવાનો એક અનોખો રેકોર્ડ હાંસિલ કર્યો હતો.

તેઓએ શહેરના બિલ્ડરો, રહેણાંક સોસાયટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વૃદ્ધાશ્રમ ના સહયોગથી વૃક્ષારોપણ કર્યું અને આ વાવેલા છોડોના જાળવણી માટે લોકો ને પ્રોત્સાહિત અને જાગૃત કર્યા હતા. વ્રુક્ષમોરા પ્રોજેક્ટને ભારતભરના વિવિધ રાજ્યોના વન વિભાગનો પુરતો સહયોગ મળ્યો હતો.

આશરે ૯૫૦ થી વધુ લોકો એ ખુબ ઉત્સાહભેર આ કાર્યક્રમ માં જોડાયા હતા. ભારત દેશ ના ઉત્તર ભાગ જમ્મુ થી લઇ ને દક્ષિણ ભાગ કોચી સુધી તથા ઓડિસા થી લઇ ને આસામ, કલકત્તા, મુંબઈ, ગોવા, અમદાવાદ જેવા શહેરો માં વૃક્ષમોરા ઇવેન્ટ યોજાયી હતી. એક જ દિવસે, અનેક જગ્યાએ લોકો ને કનેક્ટ કરી ને વૃક્ષારોપણ ના આવા ઉમદા કાર્યક્રમ યોજાય એ જ્વલ્લેજજ જોવા મળતું હોય છે.

આ ઇવેન્ટ ને સફળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રોટરી ક્લબ અસ્મિતા જોડાયા છે. અદાણી શાંતિગ્રામના રાકેશભાઈ શાહ તથા તેઓની ટીમ મેમ્બેર્સ અને દીપ બિલ્ડર્સના શેરીફ મેમોન તથા તેઓની ટીમ મેમ્બેર્સ એ મકરબા અને અદાણી શાંતિગ્રામ ખાતે પ્લાન્ટ્સને દત્તક લીધા હતા.  સરલ ગ્રુપના  કેતનભાઈ શાહ અને ભરતભાઈ એ પ્લાન્ટ્સ ની માવજત અને ઉછેર માટે સુરમ્ય અંદ મંજુલા ફામ જગ્યાએ દત્તક લઇ ને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.