Western Times News

Gujarati News

હાઈ બીપી ધરાવતા યુવાનોને યાદશકિત ઘટવાનું પણ જાેખમ

વધતી ઉંમરમાં યાદશકિત ના ઘટે તેવું ઈચ્છતા હો તો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું જાેઈએ. કારણ કે, આંતરાષ્ટ્રીય સંશોધકોનું તાજેતરના રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, હાઈ બ્લડપ્રેશરની અસર યાદશકિત પર પડી રહી છે. ૩૦થી૪૦ વર્ષની ઉંમરમાં વધેલું બ્લડપ્રેશર ડીમેન્શિયાના જાેખમને વધારે છે.

બ્લડપ્રેશર અને ઘટતી યાદશકિત એટલે કે ડિમેન્શીયા વચ્ચેના સંબંધને સમજવા માટે ૩પથી ૪૪ વર્ષની ઉંમરના બ્લડ પ્રેશર ધરાવતા ર.પ૦ લાખ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમના એમઆરઆઈ રીપોર્ટમાં સામે આવ્યું કે, તેમાંથી ૬૧ ટકા લોકો પર ભવીષ્યમાં યાદશકિત ઘટવાનંું જાેખમ તોળાઈ રહયું છે.

આંતરરાષ્ટ્રીય સંશોધોકને તેમના રીસર્ચમાં જાણવા મળ્યું કે, હાઈ બ્લડ પ્રેશરના કારણે મગજ સંકોચાઈ છે. મગજના કદમાં ઘટાડો થવા અને ડીમેન્શીયાના વચ્ચે એક કડી મળી છે. રીસર્ચ અનુસાર ૩પ વર્ષની ઉંમરની વ્યકિત જેમની બીપી વધેલું છે. તેમનું બ્રેઈન વધારે સંકોચાઈ રહયું છે. હાઈ બીપીને કંટ્રોલ કરવામાં ના આવે તો સ્થિતિ વધારે બગડી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, તણાવ, સંક્રમણ, દવાઓ અને પાણીનાં ઘટાડવાના કારણે બ્લડપ્રેશરમાં ગરબડ થઈ શકે છે. ચિંતાની વાત છે. કે વધતા બ્લડપ્રેશરને સમજી શકતા નથી. આ સ્થિતી આગળ ચાલીને ગંભીર રોગો અને મોતનું કારણ બને છે. આ માટે તેને સાઈલન્ટ કિલર પણ કહેવામાં આવે છે.

ર૦૧૯માં બ્રિટીશ હાટ ફાઉન્ડેશને અનુમાન લગાવ્યું હતું. કે બ્રિટનમાં ૩૦થી૪૦ વર્ષની ઉંમર ધરાવતા ૪૦ લાખ લોકો હાઈ બ્લડપ્રેશરનો ભોગ બનેલા છે. સંશોધકો અનુસાર સાઈલ્ટ કિલર કહેવાતા હાઈ બીપીના કારણે હાર્ટએટેક અને સ્ટ્રોકના કેસો પણ વધી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.