Western Times News

Gujarati News

હથિયાર વેચવા આવેલા રાજસ્થાનના બેની ધરપકડ

અમદાવાદ, શહેરના ઝોન ૨ એલસીબીની ટીમે હથિયાર વેચવાના ઇરાદે આવેલા રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે. બંને શખ્સો પાસેથી ૨ હથિયાર અને ૨૧ કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ થાય કે શું અમદાવાદ ક્રાઇમ કેપિટલ બનવા જઇ રહ્યું છે? ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે હથિયાર પણ પોલીસ માટે પડકાર પેદા કરી રહ્યા છે.

હાલમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨ અલગ-અલગ કેશ દાખલ કરી ત્રણ શખ્સોની હથિયાર સાથે ધરપકડ કરી હતી. જેમાંથી એક તો શાર્પસુટરો માટે હથિયારો સંતાડી રાખતો મનીષ સિંગ કુખ્યાત ગેગ સાથે સંડોવાયેલો હતો.

ત્યારે ફરી એક વખત ઝોન ૨ ન્ઝ્રમ્ ટીમે રાજસ્થાનથી હથિયાર લઇને વેચવાના ઇરાદે ફરતા બે શખ્સોની ધરપકડ કરી છે. જેમની પાસેથી ૨ દેશી બનાવટ પીસ્ટલ અને ૨૧ નંગ કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે. એક પછી એક પકડાઈ રહેલા હથિયાર પરથી લાગી રહ્યું છે કે, અમદાવાદમાં હથિયારોની લે વેચ માટેનું હબ બની રહ્યું છે.

પોલીસ કસ્ટડીમાં ઊભેલા આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. જાે કે હથીયાર વેચવા અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવ્યા હોવાનું પોલીસને જાણવા મળતા ચોક્કસ બાતમી આધારે બંનેને પકડી પાડવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપી ઓમપ્રકાશ મેઘવાલ અને આરોપી અમિત ઉર્ફે હમસા પટેલ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ છે. મહત્વનું છે કે અગાઉ પણ આરોપી ઓમપ્રકાશ મેઘવાલ રાજસ્થાનમાં છ માસ પહેલા આમ્સ એકતના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે અમિત ઉર્ફે હમસા પટેલ વર્ષ ૨૦૧૭માં વિશાખાપટનમ માં સોનાની લૂંટના ગુનામાં પકડાઇ ચૂકેલો આરોપી છે.

હાલ તો પોલીસે આ બંને આરોપીઓ પાસેથી બે પીસ્ટલ સહિત ૫૦ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. જાેકે પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, સરદારજી નામના વ્યક્તિએ હથિયાર તેમને વેચવા માટે આપ્યા હતા. જેને પગલે પોલીસે સરદારજી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આર્મ્સ એક્ટ હેઠળ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.