Western Times News

Gujarati News

દીકરો જેલમાં છતાં શાહરૂખે અટકવા નથી દીધું શૂટિંગ

મુંબઈ, દીકરો જેલમાં છતાં શાહરૂખે અટકવા નથી દીધું શૂટિંગબોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના અંગત જીવનમાં હાલ ઉથલપાથલ સર્જાયેલી છે. જાેકે, અંગત જીવનની અસર શાહરૂખ ખાને પોતાની પ્રોફેશનલ લાઈફ પર પડવા દીધી નથી. થોડા દિવસ પહેલા મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, દીકરા આર્યનની ધરપકડ થતાં શાહરૂખ ખાને હાલ બધા જ પ્રોજેક્ટ્‌સનું શૂટિંગ પડતું મૂક્યું છે.

પરંતુ આ અહેવાલો સત્યથી વેગળા હોવાનું ખુલ્યું છે. શાહરૂખ ખાનના બોડી ડબલ પ્રશાંત વાલડેએ હાલમાં જ પુષ્ટિ કરી છે કે શૂટિંગ નિયત દિવસો પ્રમાણે થઈ રહ્યું છે. પ્રશાંત વાલડે શાહરૂખની આગામી ફિલ્મ અતલી માટે શૂટિંગ કરી રહ્યો છે. પોતાની ગેરહાજરીમાં પણ કામ અટકી ના પડે તેનું ધ્યાન શાહરૂખે રાખ્યું છે. પ્રશાંત વાલડે શાહરૂખના બદલે એક્શન સીન્સનું શૂટિંગ કરે છે.

હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રશાંત વાલડેએ કહ્યું, “ફિલ્મ ‘અતલી’નું શૂટિંગ નિર્ધારિત શિડ્યુલ પ્રમાણે જ ચાલી રહ્યું છે. આ સાથે અન્ય વિજ્ઞાપનોનું કામ પણ ચાલુ છે. છેલ્લા ૨૦ દિવસથી હું આ પ્રોજેક્ટ્‌સ માટે શૂટ કરી રહ્યો છું અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓને કારણે આ કામ અટક્યું નથી.”

શાહરૂખ ખાન બરાબર સમજે છે કે તેના પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લાખો લોકોના રોજગારનો આધાર રહેલો છે. એક દિવસ પણ શૂટિંગ બંધ રહેશે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રોજમદાર વર્કર્સને વેતન નહીં મળે એટલે જ તેણે શૂટિંગ ચાલુ રાખવાનું કહ્યું છે, તેમ પ્રશાંતે જણાવ્યું. “લોકડાઉન બાદ ખૂબ મુશ્કેલીથી અમારું કામ શરૂ થયું છે.

શાહરૂખ સર માને છે કે, શો મસ્ટ ગો ઓન. સાઉથથી આખી ટીમ ફિલ્મના શૂટિંગ માટે અહીં આવી છે. પોતાની સાથે લાખો લોકોના રોજગાર જાેડાયેલા છે અને આ વાત શાહરૂખ સર બરાબર સમજે છે. તેમણે અમને કામ રોકવાનું નથી કહ્યું એટલે જ પહેલાની જેમ શૂટિંગ ચાલી રહ્યું છે”, તેમ છેલ્લા ૧૫ વર્ષથી શાહરૂખના બોડી ડબલ તરીકે કામ કરતાં પ્રશાંતે ઉમેર્યું.

હાલ સેટ પર કેવો માહોલ છે તે અંગે પ્રશ્ન પૂછાતા પ્રશાંતે કહ્યું, “અમે બધા પ્રોફેશનલ થઈને કામ કરી રહ્યા છીએ પરંતુ અંદરથી વિચલિત છીએ. અમને થાય છે કે, સારી રીતે કામ ચાલતું હતું ત્યાં કેમ શાહરૂખ સર પર આવી મુસીબત આવી ગઈ. પરંતુ અમારા માટે શાહરૂખ સર સાચા છે અને હંમેશા રહેશે. અમને તેમના પર સંપૂર્ણ ભરોસો છે કારણકે અમે આજે સર્વાઈવ કરી શક્યા તેનું કારણ એ જ છે.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.