Western Times News

Latest News from Gujarat

નવરાત્રી પર્વના રંગમાં રંગાયા બા અને અનુપમા

મુંબઈ, સીરિયલ ‘અનુપમા’ની વાર્તા દર્શકોના દિલ જીતી રહી છે. શો શરૂ થયો ત્યારથી જ તેના કલાકારો ચર્ચામાં રહે છે. ઓન-સ્ક્રીન શોના કલાકારો વચ્ચે ભલે દુશ્મનાવટ હોય કે તીખા સંબંધો હોય પરંતુ કેમેરો બંધ થતાં જ તેઓ એક પરિવાર જેવા બની જાય છે.

અનુપમા શોમાં તમે બા અને અનુપમા વચ્ચે ક્યારેક પ્રેમ તો ક્યારેક તકરાર જાેતાં હશો પણ રિયલ લાઈફમાં તેઓ બેસ્ટફ્રેન્ડ છે. અનુપમાનો રોલ કરતી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી અને બાનો રોલ કરતાં અભિનેત્રી અલ્પના બુચ અસલ જિંદગીમાં પાક્કી બહેનપણીઓ છે. આ વાત તેઓ જાતે કબૂલી ચૂક્યા છે અને તેમના સોશિયયલ મીડિયા અકાઉન્ટ દ્વારા આ વાતની સાબિતી પણ આપતા રહે છે.

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે અનુપમા અને બા પણ ગરબાના રંગમાં રંગાયા છે. સેટ પર શૂટિંગ દરમિયાન ફ્રી ટાઈમ મળતાં રૂપાલી ગાંગુલીએ અલ્પના બુચ પાસેથી ગરબા શીખ્યા હતા. રૂપાલીએ ‘કેસરિયો રંગ તને લાગ્યો’ ગરબાના તાલે અલ્પના બુચ સાથે ગરબા કર્યા હતા. રૂપાલીએ વિડીયો શેર કરતાં લખ્યું, “અનુપમાના સેટ પર અમારા માટે ગરબા ટાઈમ છે.

હું અહીં મારા સેટ પરના ટીચર અલ્પના બુચ પાસેથી ગરબા શીખી રહી છું. આ વર્ષે કોરોનાના કારણે નવરાત્રીની ઉજવણી સાદગીથી કરી રહ્યા છીએ ત્યારે ટ્રેડિશનલ ગીત પર અમને સેટ પર ગરબા કરતાં કોઈ ના રોકી શકે. જ્યારે શૂટિંગ દરમિયાન સેટ પર અમને બ્રેક મળે છે ત્યારે અમે આ રીતે અમારી જાતને રિચાર્જ કરીએ છીએ.”

અલ્પના અને રૂપાલીનો ગરબા કરતો આ વિડીયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ગુજરાતી અભિનેત્રી અલ્પના બુચ પાર્ટી પ્લોટમાં જઈને ગરબા રમવાનું મિસ કરી રહ્યા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નવરાત્રીનો જૂનો વિડીયો શેર કર્યો છે. જેમાં તેઓ પોતાના મિત્રો સાથે પાર્ટી પ્લોટમાં ચણિયાચોળી પહેરીને ગરબા રમતાં જાેવા મળે છે. તેમણે વિડીયો શેર કરતાં લખ્યું, “એ દિવસો ક્યાં ગયા? મુંબઈકરો આ ઉજવણીને યાદ કરી રહ્યા છે. મા અંબા આવતા વર્ષે કૃપા કરજાે, મહામારીનો અંત લાવજાે.”SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers