Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર પંથક ગાજવીજ સાથે ૩ ઇંચ વરસાદ, બેનાં મોત

ફાઈલ ફોટો

જુનાગઢ, ધીમે ધીમે ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે હાલ અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં બફારાનું પ્રમાણ વધી ગયું છે. નવરાત્રિના સમયે ગરબે રમતા રમતા પરસેવો તરબોળ થઇ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી ઝાપટાંના લીધે પ્રસરી જવા પામી છે.
ગત ૨૪ કલાકમાં આ વરસાદીના ઝાપટાની લીધે ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે આકાશી વિજળી પડતા બે વ્યક્તિના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર પંથકમાં ઉનામાં મેઘરાજા શાનદાર સવારી સાથે તૂટી પડતાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે તલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના લીધે નદી-નાળા છલકાયા હતા. જ્યારે જૂનાગઢ ૧ ઇંચ, અમરેલીના વડીયામાં દોઢ ઇંચ, કોટડાપીઠામાં ૧ ઇંચ, પ્રભાસ પાટણમાં અડધો ઇંચ, પ્રભાસ પાટણમાં અડધો ઇંચ, કોડીનાર તાલુકામાં ૧૯ મીમી વરસાદ ખાબક્યો હતો.

વરસાદની સાથે આકાશી વિજળી પડતાં શીશાંગ અને ચુડામાં બે વ્યક્તિના મોત થયા હતા. કાલાવડ તાલુકાના શીશાંગ ગામે ખેતરેથી પાછા ફરી રહેલા રવિરાજસિંહ ઉદુભા જાડેજા (ઉ.વ.૩૨) નામના યુવાન પર મોડીરાતે અચાનક આકાશી વીજળી પડતા તેને તાત્કાલિક કાલાવડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.

જ્યારે બીજી તરફ ભેંસાણ તાલુકાનાં ચુડા ગામમાં રહેતા મકન્યા દડીભાઇ બારેલા(ઉ.વ.૫૧) ખેતી કામ કરતા હતાં. ત્યારે અચાનક વીજળી પડી હતી. વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું.

જ્યારે શિવરાજપુર ગામે આવેલા ડોળા વિસ્તારમાં ચરતાં પશુ પર વિજળી પડતા બે પશુના મોત થયા હતા. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોએ ઉપાડેલી માંડવીમાં ભારે નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.