Western Times News

Gujarati News

ગરીબ આવાસના મકાનો ભાડે-વેચાણ આપવાનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે

ગેરકાયદે બાંધકામ અને દબાણોમાંથી કમાણી કરતાં એસ્ટેટ ખાતાને મકાનોની દેખરેખ રાખવામાં રસ નથી

અમદાવાદ, શહેરી ગરીબો અને મધ્યમવર્ગનાં જરૂરીયાતમંદ નાગરીકો માટે કરોડો રૂપિયા ખર્ચીને બનાવાતા આવાસ યોજનાઓમાં કેટલાક લોકો મકાન ભાડે આપી દેતાં હોવાનું તો કેટાલય લોકોએ બારોબાર વેચાણ કરી દીધું હોવાનાં આક્ષેપો-ફરીયાદો બાદ જાગેલાં એસ્ટેટ ખાતાની તપાસમાં ૧૦૦ જેટલા મકાનમાં માલિક સિવાય બીજા કોઈ રહેતાં હોવાનો પર્દાફાશ થયો છે. હાલમાં જ ગુજરાતમાં વધુ 13,805 આવાસોની મંજૂરી આપવામાં આવી છે અને  રાજ્યભરમાં કુલ 6 લાખ 23 હજારથી વધુ આવાસો નિર્માણ પામશે.

મ્યુનિ.હાઉસીંગ કમીટીની બેઠક બાદ ચેરમેન અશ્વિનભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે, શહેરી ગરીબ અને મધ્યમવર્ગના નાગરીકને ઘરનુું ઘર મળે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વપ્નને સાકાર કરવા મ્યુનિ.. દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને ગરીબ આવાસ તથા લોઅર ઈન્કમ ગૃપ આવાસ યોજના બનાવવામાં આવે છે.

પરંતુ મ્યુનિ. તંત્રની બેદરકારીનાં કારણે આવા મકાનો મેળવી લઈ ભાડે આપવાનાં અને વેચી મારવાનાં કિસ્સા કમીટીનાં સભ્યોનાં ધ્યાને આવ્યા હોવાથી કમીટીની બેઠકમાં આ બાબતે રજુઆત કરવામાં આવી હતી અને તે સમયે એસ્ટેટ ખાતાના અધિકારીઓને તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

હાઉસીગ કમીટીની બેઠક બાદ ચેરમેનની કેબીનમાં ઉપસ્થિત રહેલાં એસ્ટેટ ઓફીસર મનીષ માસ્તરે જણાવ્યું હતું કે, ગરીબ આવાસો ભાડે આપી દેવાતાં હોવાની કે વેચી મારવામાં આવતાં હોવાની ફરીયાદો બાદ ઉત્તર પૂર્વ અને દક્ષીણ ઝોનમાં બનાવવામાં આવેલી આવાસ યોજનાઓમાં તપાસ કરવામાં આવતા ૧૦૦ જેટલા મકાનોમાં માલિક સિવાય અને વ્યકિત રહેતાં હોવાનું જાણવા મળ્યું છે.

તેથી નોટીસ આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. જાેકે તેમણે સ્વીકાર્યું હતું કે, આવાસ યોજનાઓનાં મકાનોની દેખરેખ રાખવા સહિતની કામગીરી માટે દરેક ઝોનમાં એસ્ટેટ ખાતા પાસે કોઈ અલગ સ્ટાફ નથી દરેક ઝોનમાં બે બે કર્મચારીઓને આવાસ યોજનાની કામગીરી સોંપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.