Western Times News

Latest News from Gujarat

કેલિફોર્નિયામાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા બેના મોત

કેલિફોર્નિયા, અમેરિકાના કેલિફોર્નિયામાં આજે એક ભયંકર દુર્ઘટના ઘટી છે. જેમાં કેલિફોર્નિયામાં આવેલ રેસિડેન્શિયલ એરિયામાં મકાનો પર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. સાથેજ પ્લેન પણ ક્રેશ થવાને કારણે સ્કૂલમાં પણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે.

ઘર પર પ્લેન પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે સ્થાનિક વિસ્તારમાં ઘર પર પ્લેન ક્રેશ થયું છે. આ ઘટના કેલિફોર્નિયામાં આવેલ સૈંટાના હાઈસ્કૂલ પાસે ઘટી છે. જે લોસ એંન્જિલસના સૈંટી નેબરહુડ પાસેજ આવેલું છે. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ઉઠી હતી.

પ્રાપ્ત થતિ માહિતી અનુસાર જે પ્લેન ક્રેશ થયું છે. તે ૨ એન્જિન વાળું પ્લેન હતું. સાથેજ પ્લેનમાં ૬ યાત્રીઓ પણ સવાર હતા. જેણે એરિજાેનાના યુમાથી ઉડાન ભરી હતી. વીડિયોમાં આપ જાેઈ શકો છો કે ફાયર અધિકારીઓ આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ ઘટનામાં એક ટ્રક પણ આગની ઝપેટમા આવતો દેખાઈ રહ્યો છે. સમગ્ર મામલે અધિકારીઓનું કહેવું છે કે પ્લેન રહેણાંક વિસ્તારમાં આવેલ એક મકાનમાં પડ્યું હતું.જેના કારણે મકાનમાં આગ લાગી તે સમયે ત્યા ટ્રકનો પણ અકસ્માત થયો જેથી ટ્રકમાં પણ આગ લાગી હતી. પરિણામે ફાયર અધિકારીઓ તુરંત સ્થળ પર પહોચ્યા હતા.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers