Western Times News

Gujarati News

શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કૂલ,નેત્રામલીમાં શિક્ષક દિનની ઉજવણી

(કમલેશ નાયી, નેત્રામલી)  ઇડર તાલુકાની શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કૂલ, નેત્રામલી માં તારીખ ૧૬/૯/૨૦૧૯ ના રોજ ઉત્સાહ પૂર્વક  શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ૨૦ જેટલા ઉત્સાહી વિધાર્થીઓ એ શિક્ષક તરીકેની  અને બે વિધાર્થી મિત્રો એ સેવકની ભૂમિકા અદા કરી હતી. આચાર્યશ્રી તરીકે પટેલ વત્સલે  ભૂમિકા નિભાવી હતી. શિક્ષક એટલે શું? તેનો સાચો અનુભવ કર્યો હતો.શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ અને શિક્ષક મિત્રો એ શિક્ષક બનેલા વિધાર્થીઓ ને સતત પ્રોત્સાહન પૂરું પાડયું હતું અને અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.