Western Times News

Gujarati News

૧૦ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ચાર લોકોની અટકાયત

Youngster drugs addiction

પ્રતિકાત્મક

ડીસા, બનાસકાંઠાના ડીસા-ધાનેરા હાઈવે પરથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે આ વખતે ૧૦ લાખથી વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે અને તેની સાથે ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ડીસા રૂરલ પોલીસના પેટ્રોલિંગ દરમિયાન કારમાં ડ્રગ્સ લઈ જવાતું હોવાનો ભાંડો ફૂટ્યો હતો. ગુજરાતમાંથી હાલમાં મુંદ્રા પોર્ટ પરથી ૨૧,૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું, જે બાદ મુંબઈમાં બનેલા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ કિસ્સામાં ફરી એકવાર ડ્રગ્સ કેસમાં ગુજરાતનું નામ ખુલ્યું છે. ગુજરાતમાંથી મળેલા ડ્રગ્સના કેસમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ડીસામાંથી રૂરલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હોવાની ખબરો સામે આવી રહી છે.

આ ડ્રગ્સ ટેટોડા ગૌશાળા પાસેથી મળી આવ્યું છે ૧૧૭.૫૭૦ ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી આરંભવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત ૧૧,૭૫,૭૦૦નું પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને કુલ ૧૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.

ઝડપાયેલા આરોપીઓ રાજસ્થાનના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેમની પૂછપરછ દરમિયાન ગુજરાતમાં ડ્રગ્સ લાવવાના કિસ્સામાં અન્ય કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ડ્રગ્સ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસાડવામાં આવતી હોવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા રહે છે.

આવામાં પોલીસને તપાસ દરમિયાન મોટી સફળતા મળી છે. રિપોર્ટ્‌સ મુજબ આ કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવા ખુલાસા થઈ રહ્યા છે કે મેફેડ્રોન ડ્રગ્સનું રો મટિરિયલ હતું અને તેને મુંબઈથી રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યું હતું. આ રો-મટિરિયલમાંથી ડ્રગ્સ તૈયાર કરવા માટે રાજસ્થાનમાં મોકલવામાં આવી રહ્યું હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

ડીસા પોલીસને શંકા જતા ગાડીને ટેટોડા ગૌશાળા પાસે રોકવામાં આવી હતી, આ પછી વાહનમાં સવાર લોકોની પૂછપરછ દરમિયાન પોલીસને શંકા જતા વધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસને વાહનમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.