Western Times News

Gujarati News

કાર રિવર્સમાં ફંટાઈ, મહિલા-બાળક જીવ બચાવવા કૂદ્યા

સાપુતારા, રાજ્યના ગિરિમથક સાપુતારામાં હાલમાં પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે. દિવાળી પહેલા નવરાત્રિના વેકેશન જેવા સમયમાં અહીંયા ગુજરાત અને ખાસ તો સુરતના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. કોરોનાની બીજી લહેર શાંત પડતા પ્રવાસન પૂરજાેશમાં ખીલ્યું છે અને લોકો તાજી હવા ખાવા માટે સાપુતારા આવી રહ્યા છે.

દરમિયાન પ્રવાસીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સાપુતારામાં બન્યો છે. હિલ સ્ટેશન પર કાર ચલાવતી વખતે જાે બેદરકારી રાખી અથવા કાર યોગ્ય ન હોય તો શું થઈ શકે તેનો અંદાજ ગઈકાલે ટેબલ પોઇન્ટ પર થયેલા અકસ્માતના લાઇવ વીડિયો પરથી આવે છે.

કાલે સાપુતારાના ટેબલ પોઇન્ટ પરથી એક કાર એવી રીતે રિવર્સ આવી કે નજરે જાેનારા સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા. સાપુતારાના આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બનાવની વિગતો એવી છે કે સાપુતારાના ટેબલ પોઇન્ટ પર થયેલા એક વિચિત્ર અકસ્માતનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે.

સાપુતારાના આ અકસ્માતમાં ટેબલ પોઇન્ટ પર ઢાળ ચઢી રહેલી એક બ્લુ કલરની કાર અચનાક રિવર્સ જવા લાગી હતી. ચાલકે કાબૂ ગુમાવ્યો કે પછી કાર ઢાળ ચઢવામાં પાછી પડી કે પછી અન્ય કારણોસર આ કાર રિવર્સ ફંટાતા બેકાબૂ બની હતી. પહેલાં તો આ કારે રિવર્સમાં જતા વખતે એક અન્ય કારને ટક્કર મારી હતી.

જાેકે, વાત આટલેથી અટકી નહીં પરંતુ આગળ જઈને આ કાર ઢાળમાં નીચે તરફ કૂદવા લાગી હતી. સાપુતારામાં થયેલા આ અકસ્માતને સામેથી આવી રહેલા વાહનના પેસેન્જરોએ તેમના મોબાઇલમાં લાઇવ કેદ કરી લીધો હતો. વીડિયોમાં જાેવા મળે છે કે કેવી રીતે જીવ બચાવવા માટે એક મહિલા અને બાળક ચાલુ કારમાંથી કૂદ્યા.

આ ઘટના બાદ કાર આગળ જઈને ડિવાઇડર સાથે અથડાઈ અને ત્યારબાદ અટકી ગઈ હતી. જાેકે, કારમાં નુકસાની તો થઈ પરંતુ સવાર પેસેન્જરના સદ્દનસીબે જીવ બચી ગયા હતા. આ દિલધડક લાઇવ વીડિયો સમગ્ર રાજ્યમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગિરિમથક સાપુતારામાં વઘઈ-વાસદાથી સાપુતારા સુધીનો રસ્તો જાેખમી છે. આ રસ્તા પર કાચાપાકા ડ્રાઇવરે કાર ન ચલાવવી જાેઈએ. એમ ટેબલ પોઇન્ટને પર જાેખમી માર્ગ જ કહેવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.