Western Times News

Gujarati News

કેરલમાં નદીઓ હાઇ લેવલ પર, અલગ-અલગ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

નવીદિલ્હી, કેરલમાં ઘણા ભાગોમાં સતત ભારે વરસાદના લીધે નદીઓને અને ડેમમાં જળસ્તર વધી ગયું. ત્રિશૂર તથા કોઝિકોડના ઘણા ભાગમાંથી લોકોને નિકાળીને રાહત તથા પુનર્વાસ છાવણીમાં પહોંચાડવામાં આવ્યા જ્યારે મલ્લાપુરમાં બે બાળકીઓના મોત થયા છે. હવામાન વિભાગ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કોઝિકોડ, પલક્કડ, મલ્લાપુરમ અને વાયનાડ જેવા વિભિન્ન જિલ્લા માટે ૧૫ ઓક્ટોબરથી પહેલાં સુધી નારંગી અને યલો એલર્ટ જાહેર કર્યા છે. ઓરેંજ અને યલો એલર્ટ ક્રમશઃ મૂશળાધાર તથા ભયંકર વરસાદના સંકેત છે.

ચેતાવણી જાહેર કરવા તથા નદીઓ તથા ડેમમાં સતત જળસ્તર વધ્યા બાદ ત્રિશૂર, કોઝિકોડ અને મલ્લાપુરમ જિલ્લા વહિવટી તંત્ર હરકતમાં આવી ગયા અને તેમણે આ પરિવારોને રાહત છાવણીમાં પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જે પ્રભાવિત છે અથવા જે પ્રભાવિત થવાની આશંકા છે.

વાયનાડ, કન્નૂર અને કસારગોડ જિલ્લા વહિવટીતંત્રએ કહ્યું કે તે કોઇપણ ઇમરજન્સી સ્થિતિ માટે તૈયાર છે જે વર્ષાના લીધે ઉત્પન્ન થઇ શકે છે, તેમણે માછીમારો તથા નિચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને એલર્ટ રહેવાની ચેતાવણી આપી છે. રાજ્યમાં વરસાદના લીધે ઘણા રસ્તા તથા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હવામાન વિભાગે ૨૪ કલાક દરમિયાન રાજ્યના વિભિન્ન ભાગોમાં ૬૪.૫ મિલી મીટરથી ૨૦૪.૪ મિલીમીટર સુધી વરસાદ પડવાનું અનુમાન લગાવ્યું છે.

મોનસૂન ગત બુધવારથી પરત ફરવાનું શરૂ થયું હતું અને આ પશ્વિમી રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોથી પરત ફર્યું છે. આઇએમડીના અમદાવાદ કેંદ્રએ બપોરે બુલેટિનમાં કહ્યું કે ‘દક્ષિણ-પશ્વિમ મોનસૂન આજે ગુજરાતથી પરત ફરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.