Western Times News

Gujarati News

APM ટર્મિનલ્સ પિપાવાવે 10 મહિનાની અંદર 100 LPG રેકનું લોડિંગ કર્યા

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ દેશના થોડા પોર્ટ પૈકીનું એક છે, જે પોર્ટની અંદર LPG રેક સાઇડિંગ ધરાવે છે, જે સંપૂર્ણ ટ્રેનને સમાવી શકે છે

પિપાવાવ, ભારતઃ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે એજીસ લોજિસ્ટિક્સ લિમિટેડ સાથે સંયુક્તપણે સ્થાપિત એલપીજી રેક સંચાલન સુવિધા દ્વારા કામગીરીના 10 મહિનાની અંદર 100મા એલપીજી રેકનું લોડિંગ કરવાનું નવું સીમાચિહ્ન સર કર્યું છે. APM Terminals Pipavav loads 100th LPG Rake in less than a year of installation

જાન્યુઆરી, 2021માં રેક સંચાલન ક્ષમતા શરૂ થયા પછી અત્યાર સુધી પોર્ટે એલપીજીના સલામત અને ઝડપથી ખાલી કરવા પ્રતિબદ્ધ ડીએફસીનું પાલન કરતી રેલવે લાઇન પ્રદાન કરી છે.

આ નોંધપાત્ર બાબત છે કે, એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ ભારતમાં થોડા પોર્ટ પૈકીનું એક છે, જે પોર્ટની અંદર એલપીજી રેટલ સાઇડિંગ ધરાવે છે, જે માર્ગ પર 66 ગેસ ટેંકર્સને સમકક્ષ અંદાજે 1200 એમટી એલપીજી કાર્ગોનું વહન કરતા સંપૂર્ણ રેકના પ્લેસમેન્ટને સમાવી શકે છે.

એલપીજીની મુખ્ય આયાતકાર કંપનીઓમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ છે.

આ સીમાચિહ્નરૂપ સફળતા પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી શ્રી યાકબ સોરેન્સને કહ્યું હતું કે, “અમારા ગ્રાહકોને આ જોડાણ સ્વરૂપે સેવા આપવાનો અમારો પ્રયાસ છે. આટલા ટૂંકા ગાળામાં એકસોમું એલપીજી રેક ખાલી કરવું અમારી કાર્યદક્ષતાનો પુરાવો છે.

ટેકનોલોજીમાં પ્રગતિ ઓટોમેટિક રેક સંચાલનને સક્ષમ બનાવે છે, જેથી માનવીય હસ્તક્ષેપમાં ઘટાડો થાય છે અને કાર્ગો ટર્નએરાઉન્ટ ટાઇમમાં ઘટાડો થાય છે. એલપીજીની ઊંચી માગ સાથે અમારું માનવું છે કે,  રેલ રુટ મારફતે એલપીજીનું સૌથી ઝડપી ખાલી થવું એલપીજીની આયાત કરતી કંપનીઓ માટે ઝડપી અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ પ્રદાન કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.