Western Times News

Gujarati News

અસૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયા માટે બોજો સાબિત થઈ રહ્યો છે

નવી દિલ્હી, T20 World Cup ૨૦૨૧ની UAE માં શરૂઆત થઈ ચૂકી છે. ટી૨૦ વર્લ્ડકપમાં ભારત પોતાની પહેલી મેચ ૨૪ ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. ભારત ટી૨૦ વર્લ્‌ડ કપમાં હજુ સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ હાર્યું નથી. આવામાં આ મેચ જીતવા માટે ભારત કોઈ પણ સંજાેગોમાં પોતાની બેસ્ટ પ્લેઈગિં ઈલેવન ઉતારશે. એક ખેલાડી ટીમ ઈન્ડિયા માટે જાે કે મોટો બોજ બની રહ્યો છે.

આવામાં કેપ્ટન વિરાટ કોહલી કદાચ આ ખેલાડીને ટી૨૦ વર્લ્‌ડ કપમાં પ્લેઈંગ ઈલેવનમાં ભાગ્યે જ તક મળે. એવું પણ બની શકે કે વિરાટ કોહલી તે ખેલાડીને આખી ટુર્નામેન્ટમાંથી બહાર રાખી શકે છે. સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયા માટે બોજાે સાબિત થઈ રહ્યો છે.

લાંબા સમયથી આ ખેલાડીનો ફ્લોપ શો ચાલુ છે. આવામાં આ ખેલાડીના ખરાબ ફોર્મના કારણે કેપ્ટન વિરાટ કોહલી આખી ટી૨૦ વર્લ્‌ડ કપ ટુર્નામેન્ટમાં તેને તક નહીં આપે. સૂર્યકુમાર યાદવની જગ્યાએ ઈશાન કિશને પોતાની જબરદસ્ત બેટિંગથી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મેળવવા માટે મજબૂત દાવો ઠોક્યો છે. ટી૨૦ વર્લ્‌ડ કપ અગાઉ વોર્મઅપ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ૭ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાના મજબૂત ઈરાદા જાહેર કરી નાખ્યા.

ઈશાન કિશને એવું જબરદસ્ત ફોર્મ દેખાડ્યું કે ઈંગ્લેન્ડ પાસે તેનો કોઈ જવાબ નહતો. ઈશાને ૪૬ બોલમાં ૭૦ રન કર્યા. જેમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગા સામેલ રહ્યા. જ્યારે સૂર્યકુમાર યાદવ ૮ રન બનાવીને પેવેલિયન ભેગો થયો. પ્લેઈંગ ઈલેવન અંગે હવે વિરાટ કોહલીનું ટેન્શન વધી ગયું છે. રોહિત શર્મા સાથે ઓપનિંગમાં કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં તક અપાશે. નંબર ૩ પર વિરાટ કોહલીની જગ્યા ફિક્સ છે.

ભારતે જાે મેચ જીતવી હોય તો કેપ્ટન વિરાટ કોહલી નંબર ૪ પર સૂર્યકુમાર યાદવનું પત્તું કાપીને ઈશાન કિશનને તક આપશે. ઈશાન કિશન જબરદસ્ત બેટિંગ અને વિકેટ કિપિંગમાં પણ જાેરદાર છે. આઈપીએલ બાદ ટી૨૦ વર્લ્‌ડ કપમાં પણ સૂર્યકુમાર યાદવનું નબળું પ્રદર્શન રહ્યું. આ ખરાબ ફોર્મને જાેઈને દરેક જણ નિરાશ થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.