Western Times News

Gujarati News

વિશિષ્ટ શંખ આકારના લક્ષ્મી અને ગણેશના સિક્કા લોન્ચ થયા

એમએમટીસી-પીએએમપીએ તહેવારની આ સિઝનમાં ભારતના સમૃદ્ધ વારસામાંથી પ્રેરિત 999.9 શુદ્ધતા ધરાવતા ગોલ્ડ અને સિલ્વર ઉત્પાદનો પ્રસ્તુત કર્યા

ભારતમાં પહેલી વાર એમએમટીસી-પીએએમપીની કમળની પ્રસિદ્ધ છાપ સાથે 24 કેરેટ, 999.9 શુદ્ધતા ધરાવતા ગોલ્ડ 1 ઔંસ (31.1 ગ્રામ)ની ખરીદી કરો

સિલ્વર અને ગોલ્ડમાં એમએમટીસી-પીએએમપીના તમામ ઉત્પાદનો ઉદ્યોગમાં શ્રેષ્ઠ 999.9 શુદ્ધતા ધરાવે છે
ઓક્ટોબર, 2021, નવી દિલ્હી:તહેવારની સિઝન શરૂ થવાની સાથે ભારતની એકમાત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (એલબીએમએ) ગૂડ ડિલિવરી ગોલ્ડ એન્ડ સિલ્વર રિફાઇનરી એમએમટીસી-પીએએમપીએ નવી ડિઝાઇનો પ્રસ્તુત કરી છે, જે રોકાણકાર અને ભેટસોગાદ એમ બંને માટે પસંદ કરેલા વિશિષ્ટ ઉત્પાદનોની બહોળી રેન્જમાં સામેલ થશે.

આ વિશે એમએમટીસી-પીએએમપીના એમડી અને સીઇઓ શ્રી વિકાસ સિંહે કહ્યું હતું કે,“દિવાળી ગોલ્ડ અને સિલ્વર જેવી કિંમતી ધાતુઓમાં રોકાણનો પર્યાય છે. તહેવારની આ સિઝનમાં અમે વિશિષ્ટ નવા ઉત્પાદનો બનાવ્યાં છે, જે તમામ માટે કિંમતી ભેટસોગાદો તેમજ રોકાણના ઉત્કૃષ્ટ વિકલ્પો તરીકે ઉપયોગી થઈ શકે છે.

કિંમતી ધાતુઓમાં અગ્રણી વિશ્વસનિય બ્રાન્ડ તરીકે અમારા ઉત્પાદનો તેમની શ્રેષ્ઠ શુદ્ધતા માટે જાણીતા છે અને લેટેસ્ટ સ્વિસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વોચ્ચ ધારાધોરણો સાથે બનેલા છે. અમને 24 કેરેટ, 999.9 વન ઔંસ (31.1 ગ્રામ) લોટસ ગોલ્ડ બાર અને સિલ્વરમાં શંખ આકારના સિક્કાઓ પ્રસ્તુત કરવાની ખુશી છે, જેના પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની છાપ અંકિત છે.”

25 ગ્રામનું વજન ધરાવતા શંખના સિક્કાની જોડી 999.9 શુદ્ધ ચાંદીમાંથી બનેલા છે, જે સમૃદ્ધ, સચોટ-બનાવટ ધરાવતા સિક્કાનું પ્રતીક છે, જેના પર સુંદર રીતે લક્ષ્મી અને ગણેશની રંગીન છબી અંકિત કરેલી છે. લક્ષ્મીજી અને ગણેશજી સંયુક્તપણે સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક છે. આ ડિઝાઇન તમારી ઓફિસ કે ઘરમાં મંદિરમાં સિક્કાઓ રાખવા કસ્ટમ મેડ કેપ્સૂલની અંદર એક્સક્લૂઝિવ ફેસ્ટિવ પેકમાં ઉપલબ્ધ છે.

1 ઔંસ (31.1 ગ્રામ) ગોલ્ડ લોટસ બાર એમએમટીસી-પીએએમપીની કમળની વિશિષ્ટ છાપ ધરાવે છે, જે 24 કેરેટ, 999.9 ગ્રામ શુદ્ધ ગોલ્ડ પર અંકિત છે અને રોકાણ માટે આદર્શ વિકલ્પ છે.

એમએમટીસી-પીએએમપીએ બનાવેલા સોનાના દરેક સિક્કા ધાતુની 999.9+ શુદ્ધતા સુનિશ્ચિત કરવા શુદ્ધિકરણની કડક પ્રક્રિયામાંથી પસાર થાય છે. ઉત્પાદનોની અધિકૃતતા સુનિશ્ચિત કરવા એમએમટીસી-પીએએમપી પ્રોડક્ટને વિશિષ્ટ નંબર આપે છે અને એસેયર સર્ટિફાઇડ સર્ટિકાર્ડમાં પેકેજ થઈને આવે છે.

એમએમટીસી-પીએએમપીમાંથી ખરીદેલી ગોલ્ડ અને સિલ્વરની દરેક પ્રોડક્ટ પોઝિટિવ વેઇટ ટોલરન્સ ઓફર કરશે, જે ખાતરી આપે છે કે, તમે ખરીદેલો દરેક સિક્કો કે બાર લિસ્ટેડ વેઇટથી વધારે છે, જે ગ્રાહકોને તેમના રોકાણ પર ઊંચું મૂલ્ય મળશે એવું સુનિશ્ચિત કરે છે.

નવા પ્રસ્તુત થયેલા બંને ઉત્પાદનો એમએમટીસી-પીએએમપીના અધિકૃતતાના સ્ટેમ્પ સાથે આવશે તથા દુનિયાભરમાં સૌથી વધુ શુદ્ધતા અને શ્રેષ્ઠ સ્વિસ કારીગરીની ખાતરી આપે છે. સિલ્વર અને ગોલ્ડની નવી ઓફર તહેવારની આ સિઝન દરમિયાન દેશમાં વિવિધતાસભર સાંસ્કૃતિક ઉજવણીનું પ્રતીક છે અને એમએમટીસી-પીએએમપીના ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉત્પાદનો બનાવવાના ઝુકાવને દર્શાવે છે, જે શુદ્ધ ગોલ્ડ અને સિલ્વરમાંથી બનેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.