Western Times News

Gujarati News

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ લેવા ધક્કામુક્કી થતા અનેકને ઇજા

વડોદરા, વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા લોકોની લાંબી લાઈનો બાદ ધક્કામુકી થઈ હતી જેથી કેટલાકને ઇજા થઇ છે. ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ ધક્કામુક્કીમાં કોઈના જીવ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ બાદ કોર્પોરેશન દ્વારા ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યુ હતું.

વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવાસ યોજનાની ઓફિસ આવેલી છે, જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ આપવામાં આવી રહ્યાં છે.

૫ લાખ ૫૦ હજારમા એક રૂમ રસોડાનુ મકાન મેળવવા લોકોનો ભારે ધસારો જાેવા મળ્યો.મકાન લેવા માટે મંગળવારની રાતથી જ લોકો લાંબી લાઈનો લગાવીને બેસી ગયા હતાં એક દિવસની રજા બાદ આજે પણ ફોર્મ મેળવવા ભારે ધસારો જાેવા મળ્યો હતો.

ત્યારે લોકોની ભારે ભીડ થતા પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન લોકોમાં ભારે ધક્કામુક્કી થઈ હતી. આ ધક્કામુક્કીમાં લોકોની હાલત ખરાબ થઈ હતી. અનેક લોકોના જીવ જઈ શકે તેવી સ્થિતિ બની હતી. તો ધક્કામાં વચ્ચે આવેલા લોકોની કેટલાક લોકોની તબિયત પણ બગડી હતી. ધક્કામુક્કીમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ટોળામાં વિખેરાયેલા અનેક લોકો રડી પડ્યા હતા.

આ ધક્કામુક્કીમાં લોકો એકબીજા પર પડ્યા હતા. અનેક લોકોના કપડા વિખેરાયા હતા, તો કેટલાકના ચપ્પલ-જૂતા ચોરાયા હતા. તો અનેક લોકોના પર્સમાંથી વસ્તુઓ ચોરાઈ, તો કેટલાકના મોબાઈલ ચોરાયા હતા. જયારે કેટલાકને ઇજા થઇ હતી. આવાસ યોજનામાં ફોર્મ મેળવવા માટે લોકોએ મોટો હોબાળો કર્યો હતો. ભારે ભીડે પોલીસને પણ ધક્કે ચઢાવી હતી.

ધક્કામુક્કીની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે ફોર્મ વિતરણ કામગીરી બંધ કરાવી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, આગળનો ર્નિણય પછી લેવાશે. હવે વોર્ડ ઓફિસથી જ ફોર્મ વિતરણ થઈ શકે છે. ત્યારે કોર્પોરેશનના આ ર્નિણયથી મોડી રાતથી લાઈનમાં ઉભા રહેલા હજ્જારો લોકો વિલાયેલા મોઢે પરત ફર્યા હતા. વડોદરા કોર્પોરેશન તંત્રનો અણધડ વહીવટ સામે આવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.